વડતાલ : પ્રભુને ચંદન, પીસ્તા અને કેશરના વાઘાનો શણગાર

  • શ્રૃંગાર સહિત વાઘામાં પ્રભુના મનમોહક સ્વરૂપના દર્શનાર્થ મોટી સંખ્યામાં ભાવિકજનો ઉમટયા

કાળઝાળ ગરમીથી પ્રભુને રાહત રહે તે માટે વિવિધ મંદિરોમાં પ્રભુને ઠંડક અર્પ તેવા વાઘાનો શણગાર કરવામાં આવે છે. વડતાલના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રભુને ચંદન સહિત પીસ્તા અને કેશરના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. શ્રૃંગાર સહિત વાઘામાં પ્રભુના મનમોહક સ્વરૂપના દર્શનાર્થ મોટી સંખ્યામાં ભાવિકજનો ઉમટયા હતા.