વડતાલધામ દ્વારા ૫૦ હજાર જોડી ચપ્પલનું વિતરણ – એક સેવાનું નવું સોપાન…

46

આણંદ : વડતાલ ધામમાં સુવર્ણજ્યંતિ રવિસભા વડતાલ પીઠાધીપતિ પ.પુ.ધધુ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ધામધુમપુર્વક ઉજવવામાં આવ્યું હતું. આ સુવર્ણ જ્યંતિ રવિસભા અંતર્ગત વડતાલ મંદિર તથા સહયોગી સંસ્થાઓ દ્વારા ઉનાળામાં જરૂરીયાત મંદ અને દરિદ્રનારાયણો માટે ૫૦ હજાર જોડી ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ, સાસંદ દેવુસિંહ ચૌહાણ સહિત સંપ્રદાયના સંતો-મહંતો-હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાદર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. જે હરિભક્તોએ ૩૦ થી વધુ રવિસભાનો લાભ લીધો હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

વડતાલ મંદિરના આસી.કો.ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ૧૦-૭-૨૦૧૬ થી પ્રથમ રવિસભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રવિસભા અંતર્ગત વડતાલ તેમજ આજુબાજુના ગામોના હરિભક્તો ઉપસ્થિત રહી કથામૃતનો લાભ લેતા હતા. દરમહિનાના પ્રથમ રવિવારે યોજાતી આ સભા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સભામાં આવતા હરિભક્તો દ્વારા એક સ્વયંસેવકોની આખી ફોજ તૈયાર કરવામાં આવી છે. જે સ્વયંસેવકો દ્વારા ચપ્પલ વિતરણ, કોરોનાકાળ દરમ્યાન શાકભાજી વિતરણ, અનાજ કીટ વિતરણ સેવા તેમજ મંદિરમાં યોજાતા ઉત્સવોમાં પીરસવાની સેવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે. ૫૦મી રવિસભા તા. ૭મી માર્ચના રોજ વડતાલ મંદિરના પટાગણમાં ભવ્યાતીભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાનના સર્વજીવ હિતાવહના સંદેશ અનુસાર આ સુવર્ણજ્યંતિ રવિસભા અંતર્ગત આગામી ઉનાળામાં જરૂરીયાતમંદ અને દરીદ્રનારાયણો માટે વડતાલ સંસ્થા તથા સહયોગી સંસ્થા મેતપુર સ્વા.મંદિર ગોવિંદપ્રસાદસ્વામી, નાર સ્વા.ગુરૂકુળ શુકદેવપ્રસાદ સ્વામી, એસજીવીપી ગુરૂકુળ અમદાવાદ માધવપ્રીય સ્વામી, પીજ સ્વા.મંદિર વિશ્વવલ્લભસ્વામી, ઉમરેઠ સ્વા.મંદિર હરિગુણસ્વામી, કલાલી સ્વા.મંદિર પવનસ્વામી, વાપી ગુરૂકુળમાં કપીલસ્વામી, નાસીક મંદિરના માધવસ્વામીના સહયોગથી ૫૦ હજાર જોડી ચપ્પલ વિતરણનો કાર્યક્રમ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠસંતોના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં સંપ્રદાયના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવર્ણ જયંતિ રવિસભામાં પુર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ, ખેડાના સાસંદ દેવુસિંહ ચૌહાણ, સાગર યુની.ના ચાન્સેલર બળવંતભાઇ જાની સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત વડતાલ મંદિરના ચેરમેન દેવસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજી, પૂ ધર્મપ્રયિયદાસજી (બાપુસ્વામી )સહિત સંપ્રદાયના યુવાન સંતોએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.