લોકો ભાજપને મત નહીં આપવાની વાત કરે છે ત્યારે દુઃખ થાય છેઃ મેનકા ગાંધી

કેન્દ્રીય મંત્રી ચૂંટણી પ્રચાર દરમિયાન ફરી એક વાર વિવાદાસ્પદ ટિપ્પણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, દુઃખ થાય છે જ્યારે જાહેરમાં લોકો કહી દે છે કે કમળને મત નહીં આપે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે અમે કામ કરીએ છીએ, ત્યારે અમે બધા માટે કામ કરીએ છીએ. કામ કરતી વખતે કમળના ફૂલ વિશે કોઇ નથી વિચારતું પરંતુ જ્યારે મત આપવાની વાત આવે છે ત્યારે લોકો કહે છે કે મને વોટ નહીં આપે કેમકે તેઓ કમળના ફૂલને મત નથી આપવા માંગતા.
મેનકા ગાંધીએ અગાઉ સુલ્તાનપુર જિલ્લાના તુરાબખાની વિસ્તારમાં લઘુમતિ સુમદાયને ધમકી ભર્યા સ્વરમાં જણાવ્યું હતું કે, હું તો ચૂંટણી જીત રહી છું તેવામાં તમે મારો સાથ આપજા નહીં તો કાલે જ્યારે કામ કરાવવા આવશો તો સમજી લેજા હું શું કરીશ. હું કોઇ મહાત્મા ગાંધીની છઠ્ઠી ઔલાદ નથી. ચૂંટણી પંચે તેમના આ નિવેદનને ધ્યાનમાં લઇને તેમના ચૂંટણી પ્રચાર પર ૪૮ કલાકનો પ્રતિબંઘ મૂક્્યો હતો.