લોકો બેદરકારી નહીં છોડે તો ફરી લોકડાઉન લાગી જશે : ગુજ.હાઇકોર્ટની ચિમકી…

19

કોરોના કેસો વધતા હાઇકોર્ટ લાલઘૂમ…

અમદાવાદ : ગુજરાતમાં ફરી કોરોનાના વધી રહેલા કેસોને પગલે હાઇકોર્ટે લોકો બેદરકારી નહીં છોડે તો રાજ્યમાં ફરી લોકડાઉન લાગવાની ચીમકી આપી છે. હાઇકોર્ટે વધતા કોરોના અંગે ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને પરિસ્થિતિ વણસી શકે તો સજજ રહેવાની તાકીદ કરી છે. વધુમાં કોવિડ સમર્થિત હોસ્પટલોમાં પથારીઓ સહિત પુરતા પ્રમાણમાં સુવિધા રાખવાનો આદેશ પણ કર્યો છે.
કોરોના મુદ્દે હાઈકોર્ટે સુઓમોટો નોંધમાં આ આદેશ કરાયો છે.હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, કોરોના સંદર્ભે લોકોનું લાપરવાહી ભર્યું વલણ કે બેદરકારી ચિંતાજનક છે. જેના લીધે, રાજ્ય સરકારે ફરી એકવાર લોકડાઉન અમલમાં મુકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ કેસની વધુ સુનાવણી નવ એપ્રિલે હાથ ધરાશે.
કોરોનાની હાલની સ્થિતિને લઈ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટીસ જે.બી.પારડીવાલાની બેન્ચે સરકારને સૂચનો કર્યા છે. તેમને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી બાદ કોરોનાનો કહેર વધી શકે છે, જેથી સરકાર આ સામનો કરવા માટે રાજ્ય સરકાર પૂરતી તૈયારી સાથે સજજ રહે. રાજ્ય સરકાર કોવિડ હોસ્પિટલની સુવિધા પૂરતા પ્રમાણમાં રાખે.
આ સાથે સાથે હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું ક, આ વાયરસ ફેલાવા મત લોકોનું બેદરકારી વલણ ચિંતાજનક છે. જેના લીધે રાજ્ય સરકારે ફરી એકવાર લૉકડાઉન કરવું ન પડે તે માટે માસ્ક પહેરવા સહિતના કડક કાયદાઓનું પાલન લોકો પાસે કરાવવું જોઈએ.
આપને જણાવી દઈએ કે, રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓ દ્વારા કરવામાં આવેલા પ્રચાર પ્રસાર બાદ કોરોનાના કેસો ખુબ વધી રહ્યા છે અને રાજ્યમાં ફરીથી કોરોના ફરીથી વિફરી રહ્યો છે.