લોકોનાં આરોગ્ય સાથે ચેડાં..૮ ડેરી એકમોના દૂધનાં સેમ્પલો ફેઇલ

દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. પરંતુ આ જ આહારમાં મિલાવટ થાય તો લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે સુરતના લિંબાયત, ઉધના, પાંડેસરા, જેવા શ્રમિક રહેણાંક વિસ્તારમાં હલકી કક્ષાનું દૂધ વેચાય રહ્યાની ફરિયાદો થઇ હતી. જેના પગલે મનપાના આરોગ્ય વિભાગે આ આ વિસ્તારમાં આવેલી ૭ સંસ્થાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના ટેÂસ્ટંગ કરાતા સેમ્પલ ફેલ થયા હતા. સુરતની જૂની ચોર્યાસી ડેરીના સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હતા. આ દૂધવાળા સેમ્પલમાં ફેટનું પ્રમાણ ઓછું અને પાણીનું પ્રમાણ વધારે જાવા મળ્યું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જે સંસ્થાઓના સેમ્પલ ફેલ આવ્યા છે તેમની સામે કોર્ટ કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી રહી છે. જા કોર્ટ કાર્યવાહી થાય તો ડેરી સંચાલકોને ત્રણથી પાંચ વર્ષ સુધી જેલ થવાની શક્્યતાઓ છે.
આરોગ્ય અધિકારી ડો. આશિષ નાયકે જણાવ્યું હતું. સુરત કોર્પોરેશન નિયમિત રીતે દૂધના સેમ્પલની ચકાસણી કરવા આવે છે એ પ્રમાણે આ સેમ્પલ ચકાસણી કરવામાં આવી છે. અને આ સેમ્પલ ફેલ થનારા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. અને આગામી દિવસોમાં સર્પ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. ગત સપ્તાહમાં ૧૫ જગ્યાએ પણ સેમ્પલ લેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવશે ત્યારે શંકાસ્પદ જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધવામાં આવશે.