લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે

ત્યારે ભાજપના નેતાઓએ પ્રવેશવું નહી તેવા કરંજ વિસ્તારમાં બેનર લાગ્યાં હતાં. કરંજના સીતારામ,હરિધામ, વિવેકાનંદ, જેવી સોસાયટીઓમાં ઠેર ઠેર ભાજપ વિરોધી બેનરો લાગ્યાં હતાં. સોસાયટી વાસીઓએ ભાજપના વિરોધમાં લગાવેલા બેનરોમાં ઉભરાતી ગટરો, નિયમિત સાફ પીવાનું પાણી, ડોર ટુ ડોર કચરાની ગાડી, સ્વચ્છ રોડ રસ્તા, જેવી સમસ્યાનો નિકાલ કરવામાં નહિ આવતાં સોસાયટીવાસીઓએ જ્યાં સુધી સ્મસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારની સોસાયટીઓમાં ભાજપના નેતાઓએ મતની ભીખ માંગવા આવવું નહિ જેવા લખાણ લખવામાં આવ્યા છે.(જી.એન.એસ)