લોકડાઉન દરમ્યાન પ્રગતિ ઈન્ટરનેશલ સ્કુુલના શિક્ષકો દ્વારા અપાતું ઓનલાઈન શિક્ષણ…

શાળાના ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૧-૧૨ સાયન્સ-કોમર્સના વિદ્યાર્થીઓ પ્રગતિ ઈન્ટરનેશલ સ્કુુલની યુટુબ ચેનલ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે…

આણંદ : વિશ્વના દેશોમાં કહેર વરસાવનાર કોરોના વાયરસના ભારતમાં પગપેસારા સાથે પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોના સામેના જંગ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સૌને ઘર બહાર ન નીકળવાની અપીલ કરી છે.

જેને ધ્યાને લઈ પ્રગતિ ઈન્ટરનેશલ સ્કુલ દ્વારા એક પહેલ શરૂ કરાઈ છે, જેમાં લોકડાઉન દરમ્યાન વિદ્યાર્થીઓને સ્કુલના શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપી વિદ્યા આપવામાં આવી રહી છે. શાળાના ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૧-૧૨ સાયન્સ-કોમર્સના વિદ્યાર્થીઓ પ્રગતિ ઈન્ટરનેશલ સ્કુુલની યુટુબ ચેનલ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે. જે શિક્ષણનો લાભ લેવા શાળાના ચેરમેન, એમ.ડી. તથા પ્રિન્સિપલ દ્વારા અપીલ કરવામાં આવી છે.