લોકડાઉનના સમયમાં આણંદ જિલ્લાના આંકલાવ બ્લોકમાં અસરકારક શિક્ષણની પહેલ…

આણંદ : ઈશ્વર કે. પ્રજાપતિ બીઆરસી કો-ઓર્ડીનેટર આંકલાવ દ્વારા ૩૦/૪/૨૦૨૦ ના રોજ માઇક્રોસોફ્ટ ટીમનાં માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર ગાંધીનગરથી પ્રકાશભાઈ ભટ્ટી સાહેબ, સ્ટેટ એમ આઇ એસ ટીમના સભ્યો તેમજ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતિ નિવેદિતા ચૌધરી મેડમ તથા રીનાબેન સાવલિયા કૈવલ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન ગાંધીનગર એ ખાસ ઉપસ્થિત રહીને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતાં.

આ મિટિંગનો લાભ આંકલાવના તમામ સી. આર. સી.કૉઓર્ડિનેટરશ્રીઓ, મુખ્ય શિક્ષકશ્રીઓ અને શિક્ષકોએ લીધો હતો…

મિટિંગમાં સ્ટડી ફ્રોમ હોમના સાહિત્ય માટે અસરકારક કામગીરી તથા સ્ટેટ કક્ષાએ આ માહિતી પહોંચાડવી,પરિવારનો માળો સલામત અને હૂંફાળો અંતર્ગત બાળકોને લાભન્વિત કરવા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું,માઈક્રોસોફ્ટ ટીમ એપ્લીકેશન મારફત વર્ચ્યુઅલ ક્લાસરૂમના ઉપયોગ કરવો, વર્ક પ્લેસ પર ગ્રંથાલય જ્ઞાન સંગ્રહ અંતર્ગત કૃતિ રચના અપલોડ કરવી, ધોરણ 1 માં બાળકોને પ્રવેશ અનુરૂપ માર્ગદર્શન, દીક્ષા પોર્ટલનાં માધ્યમથી શિક્ષકોની ઓનલાઈન તાલીમ, વાર્ષિક પરીક્ષાના પેપર તમામ બાળકોને પહોંચાડવા અને પરિણામ બનાવવા, આગામી શૈક્ષણિક વર્ષમાં મોડેલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં પ્રવેશ તથા આણંદ જિલ્લાનો આગવો પ્રોજેકટ સેલ્ફ ડિફેન્સનું ઓનલાઈન માર્ગદર્શન વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગનો લાભ આંકલાવના તમામ સી. આર. સી.કૉઓર્ડિનેટરશ્રીઓ, મુખ્ય શિક્ષકશ્રીઓ અને શિક્ષકોએ લીધો હતો.
  • Jignesh Patel, Anand