લિન્ડસે લોહાન હવે લંગડી બતક છેઃ પેરિસ હિલ્ટન

ટોચની મોડેલ કમ અભિનેત્રી પેરિસ હિલ્ટને સતત વિવાદોના કેન્દ્રમાં રહેતી અભિનેત્રી લિન્ડસે લોહાનને હવે લંગડી બતક (લેમ ડક) ગણાવી હતી.
ગઇ કાલ સુધી પેરિસ અને લિન્ડસે જિગરજાન બહેનપણી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી જણાય છે. પોતાની સગ્ગી બહેન નીકી હિલ્ટન સાથે હિટ ટીવી શો સી વ્હોટ હેપન્સ લાઇવમાં હાજર થયેલી પેરિસે લિન્ડસેની આકરી ટીકા કરી હતી. એણે એમ પણ  હતું કે હવે મને લિન્ડસે લોહાન પર જરાય વિશ્વાસ નથી.
આ ઇન્ટરવ્યૂમાં પેરિસને એમ કહેવામાં આવ્યું હતું કે ગઇ કાલ સુધી તમારી જિગરી દોસ્ત હતી એવી લિન્ડસે માટે ત્રણ સારી વાત કરી શકશો ? ત્યારે સારી વાતનું નકારાત્મક અર્થઘટન કરીને પેરિસે કે એ હવે લંગડી બતક છે અને પોતાની નિકટના લોકોને શરમજનક સ્થતિમાં મૂકવા માટે પંકાયેલી છે. મને એના પર હવે જરાય વિશ્વાસ રહ્યો નથી.