લાસ વેગાસથી મેક્સકો જતું પ્રાઇવેટ જેટ ક્રેશઃ ૧૩ના મોત

લાસ વેગાસથી આવતું એક પ્રાઇવેટ જેટ મેક્સકોમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. રાહત અને બચાવ ટીમે સોમવારે તેનો કાટમાળ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં ૧૩ લોકોનાં મોતની આશંકા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, બોમ્બાર્ડિયર ચેલેન્જર ૬૦૧ જેટ શનિવારે મોડીરાત્રે લાસ વેગાસથી મોન્ટેરી માટે ટેકઓફ થયું હતું. રવિવારે નોર્થ મેક્સકોમાં કોએહિલા રાજ્યની પાસે તેનો એર ટ્રાફિક કંટ્રોલર્સ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાન રડારમાંથી ગાયબ થયા બાદ સર્ચ અને રેસ્ક્્યૂ મિશન શરૂ કર્યુ હતું.
આ અગાઉ મેક્સકન પરિવહન મંત્રાલયના પ્રવક્તાએ  કે, હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી કે કોઇ પણ યાત્રી બચ્યો છે કે નહીં. ફ્લાઇટ પ્લાનમાં જણાવવામાં આવ્યું છે કે, વિમાનમાં ૧૧ યાત્રી અને ક્રૂ મેમ્બર્સના સભ્યો સવાર હતા. મીડિયા રિપોટ્‌ર્સમાં અધિકારીઓએ સ્વીકાર્ય હતું કે, વિમાનમાં ક્રૂના બે સભ્યો હતા.