લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ : શિક્ષાપત્રીના લેખન સ્થળે ખબરપત્રીઓનું બહુમાન…!!

આમ તો દરેક સંત પત્રકાર જ છે ફરક એટલો જ કે ખબરપત્રી લૌકીક ખબર લોકો સુધી પહોંચાડે છે પણ સંતો ભગવાનના મેસેન્જર બની લોકોના કલ્યાણ માટે ભગવાનનો મોક્ષ અપાવનારો સંદશો શ્રીહરિના આશ્રિતો સુધી પહોંચાડે છે. આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે ચિત્રલેખાના મહેશ શાહ, નવ ગુજરાતના અજય ઊમટ, બી.આર.પ્રજાપતિ; યશવંત મહેતા; ડો ચંદ્રકાંત મહેતા વગેરે ૪૦થી ખબરપત્રીઓનુ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપી બહૂમાન કરવામાં આવ્યું.