લગ્ન માટેના પ્રશ્ન પર જાહ્નવીના જવાબથી ફેન્સ ચોક્યા…

6

મુંબઈ : જાહ્નવી કપૂર ટૂંક સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. ફેન્સ તેમની દરેક વસ્તુ પર ધ્યાન આપે છે. તે હવે ફિલ્મોમાં ખૂબ સારું પરફોર્મન્સ કરી રહી છે અને ધીરે ધીરે તેની ફિલ્મી કારકિર્દી શરૂ કરી રહી છે. હાલમાં જ જ્યારે જાહ્નવી કપૂરને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખૂબ જ સરસ જવાબ આપ્યો હતો. તેના જવાબથી તેના ફેન્સને આઈડિયા આવી ગયો કે જાહ્નવી કપૂરને સાદગી વધારે પસંદ છે.
અભિનેત્રીએ કહ્યું કે તે ખૂબ રોમેન્ટિક રીતે લગ્ન કરવા નથી માંગતી. તે સરળ રીતે તિરૂપતિમાં લગ્ન કરવા માંગે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન જાહ્નવીને પૂછવામાં આવ્યું હતું કે લગ્નના લૂક માટે તેનો શું પ્લાન છે? આ અંગે અભિનેત્રીનો અનોખો જવાબ મળ્યો. તે કહેતી જોવા મળી હતી કે ‘મારા મગજમાં શરૂઆતથી જ એક સ્પષ્ટ ચિત્ર છે. હું તિરૂપતિમાં લગ્ન કરીશ અને લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો જ સામેલ થશે. હું જાણું છું કે હું સોનું, કાંજીવરામ સાડી પહેરીશ અને મારા વાળમાં ઘણા બધા મોગરોના ફૂલો હશે. મારા પતિ લુંગીમાં હશે અને અમે કેળાના ઝાડના પાન પર ખાઈશું.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે આટલી સરળ રીતે લગ્ન કેમ કરવા માંગે છે, ત્યારે જાહ્નવીએ કહ્યું કે, ‘હું ઘણી વાર તિરૂપતિ પાસે ગઈ છું અને ઈચ્છુ છું કે મારા પ્રેમ સાથે લગ્નના બંધનમાં બંધાવ. મને વધારે ફેશનમાં લગ્ન કરવા ગમતા નથી. ભવ્ય લગ્નમાં ચોક્કસપણે આનંદ હોય છે, પરંતુ જ્યારે આટલી મોટી ઘટનામાં દરેકનું ધ્યાન તમારા પર હોય, તો થોડી ગભરાટ થાય છે.