લગ્નમાં જતા પરિવારને અકસ્માત નડ્યોઃ એસટી મોયરસાયકલને અડફેટે લેતાં સવારનું મોત

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં વધારો ઝીંકાઇ રહ્યો છે. ત્યારે તાજતરમાં એક કરૂણ દ્રશ્યો હળવદ માળિયા હાઈવેથી સામે આવી રહ્યા છે. હળવદ માળિયા હાઈવે પર આજે સવારે પુરપાટ ઝડપથી આવતી એસટી એ મોટરસાયકલને અડફેટે લેતાં બાઈક સવારનું ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યારે પાછળ બેઠેલાં માતા અને બાળકને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકનો કબજા લઈને હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ માળિયા હાઈવે પર અવારનવાર અકસ્માત બને છે ત્યારે આજે સવારે ૧૦ વાગ્યાનાં અરસામાં હળવદ ત્રણ રસ્તા પાસે સુરેન્દ્રનગરથી હળવદ આવતી એસટી બસે મોરબીથી ચુલી લગ્ન પ્રસંગે જતાં કોળી પરિવારને અડફેટે લેતાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે માતા અને બાળકને ગંભીર ઈજા પહોચતા સુરેન્દ્રનગર પ્રાથમિક સારવાર દરમિયાન ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામા આવ્યા હતા.
બનાવની વિગત મુજબ મુળ ઢવાણાનાં અને મોરબી રહેતા ધીરૂભાઈ લઘુભાઈ કોળી ઉ.૩૫ અને ભાવનાબેન ધીરૂભાઈ કોળી ઉ.૩૩ અને દોઢ વર્ષનાં બાળક સાથે આજે ચુલી લગ્ન પ્રસંગે જતાં હતાં તે દરમિયાન સુરેન્દ્રનગરથી હળવદ પુરપાટ ઝડપથી આવતી એસટી બસ જીજે ૧૮ વાય ૬૪૪૩ અડફેટે લેતાં મોટરસાયકલ જીજે ૧૩ એમએમ ૧૦૨૭ ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે માતા બાળકને વધુ સારવાર અર્થે અમદાવાદ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા તે પહોચી ગઇ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.