રોડ રસ્તા બાદ ભાજપમાં પણ ગાબડા : CM રૂપાણીના હોમટાઉનમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો…

C R Patilના સૌરાષ્ટ્ર બાદ તુંરત જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે…

રાજકોટ : વિજય રૂપાણીના હોમટાઉનમાં જ ભાજપને ફટકો પડ્યો છે. ભાજપના વર્તમાન કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા છે. દક્ષાબેન ભેસાણિયાએ ભાજપ છોડ્યું છે. સીઆર પાટીલની રેલી બાદ તુરંત જ કોંગ્રસના કાર્યક્રમોમાં ભાજપમાંથી કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસનો  હાથ પકડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માથે છે અને આ ફેરફાર ભાજપ માટે અનહોનીનાં એંધાણ સમાન છે.

દક્ષાબેન ભેસાણિયા રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર છે. રાજકોટ ભાજપમાં આંતરિક નારાજગીની ચર્ચાએ જોર પકડ્યું છે. હાર્દિક પટેલની હાજરીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં અન્ય નેતાઓ પણ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા.

આજે રાજકોટમાં સર્વ સમાવેશનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સામાજીક આગેવાન ચાંદની પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા. માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિયેશનના અતુલ કાનાણી પણ કોંગ્રેસમાં જોડાયા.