રોટરી ક્લબ આણંદ દ્વારા બોરસદ ચોકડી ખાતે સ્લમ વિસ્તારમાં કોરોના સેફ્ટી કીટનું વિતરણ કરાયું…

આણંદ : રોટરી કલબ, આણંદ દ્વારા બોરસદ ચોકડી એકતાનગર સ્લમ વિસ્તારમાં આશરે ૨૫૦ નંગ કોરોના સેફટી કીટ જેમાં માસ્ક, સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રશાંતભાઈ જાનીની આજે સત્તાવાર મુલાકાતના પ્રસંગે કલબ તરફથી તેમને આવકારવા કલબના સિનીયર સભ્ય શ્રી નરેન્દ્રભાઈ જોશી, હિરેનભાઈ શુકલા, મનોજભાઈ મેકવાન, પાર્થ સર, નિર્માણભાઈ પટેલ હાજર હતા.

તદઉપરાંત વાલીઓ માટે બાળકોના સર્વાંગી વિકાસ માટે પાઠશાળા કાર્યક્રમને ખુલો મુકવામાં આવેલ હતો, સમગ્ર કાર્યક્રમનું સફળ સનચાલન સંગીતાબેન શુક્લ એ કરેલ, રોટરી કલબ આણંદના પ્રમુખ હિતેશ ભટ્ટ અને સેક્રેટરી નરેન્દ્રભાઈ સોલંકીએ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.