રોંગ સાઈડ જતી બાઈકને ટક્કર વાગતાં પિતા-પુત્રી અને પુત્ર ટ્રક નીચે આવ્યા

ગુજરાત અડીને આવેલા મહારાષ્ટÙના નવાપુરમાં નવરંગ રેલવે ફાટક પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની અડફેટે ચડેલા પિતા,પુત્ર અને દીકરી સહિત બાઈક ટ્રક નીચે બે ફૂટ આવી ગયાં હતાં. જા કે સ્થાનિક લોકોએ બચાવ કામગીરી કરતાં ત્રણેયના જીવ બચી ગયાં હતા. અને ત્રણેયને નવાપુર સરકારી હોÂસ્પટલ ખસેડવામાં આવ્યાં હતાં. જા કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
શુક્રવારે બપોરે ૧૧;૪૫ કલાકે નવાપુર શહેરના નવરંગ રેલ્વે ફાટક પર મોટરસાઈકલ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં સર્જયો હતો. મોટરસાઈકલ સવાર રેલ્વે ફાટક પરથી રોંગ સાઈડમાં મોટરસાઈકલ કાઢી રહ્યા હતા ત્યારે ટ્રકને ટક્કર લાગતાં પુત્ર પુત્રી ટ્રકના નીચે આવી ગયાં હતાં. પિતાનો પગ મોટરસાઈકલ નીચે અટકી ગયો હતો.આ દરમિયાન ધુલિયા સુરત હાઈવે ઉપર બન્ને તરફ વાહનોનો ટ્રાફીક જામ થઈ ગઈ હતી. આ દરમિયાન રેલ્વે આવી જતી તો મોટી દુર્ઘટના થઈ જતી. સ્થાનિક લોકોને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે.આ દરમિયાન અકસ્માતમાં બાદ વાંક વગર ટ્રક ચાલકને સ્થાનિક લોકો ને ઢોર માર માર્યો હતા.