રેસલર બજરંગ પુનિયાએ અંતિમ ૩૦ સેકન્ડમાં બે પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો…

8

વિશાલ કાલીરમણે ૭૦ કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો…

રોમ : ટોક્યો ઓલિમ્પિકની તૈયારીમાં લાગેલા ભારતીય રેસલર બજરંગ પુનિયાએ અંતિમ ૩૦ સેકેન્ડમાં બે પોઈન્ટ મેળવી માટિયો પેલિકોન રેન્કિંગ કુશ્તી સિરીઝમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાના ટાઇટલનો બચાવ કર્યો જેથી તેણે પોતાના વજન વર્ગમાં ફરીથી નંબર-૧ નું સ્થાન હાસિલ કરી લીધું છે.
મંગોલિયાના તુલ્ગા તુમૂર ઓચિર વિરુદ્ધ ૬૫ કિલોની ફાઇનલમાં બજરંગ અંતિમ ક્ષણો સુધી ૦-૨થી પાછળ ચાલી રહ્યો હતો પરંતુ અંતિમ ૩૦ સેકેન્ડમાં તેણે બે પોઈન્ટ બનાવી સ્કોર બરાબર કરી લીધો. આ મુકાબલામાં ભારતીય રેસલરે અંતિમ પોઈન્ટ બનાવ્યા હતા અને તે આધાર પર તેને વિજેતા જાહેર કરવામાં આવ્યો.
બજરંગ આ સ્પર્ધા પહેલા પોતાના વજન વર્ગની રેન્કિંગમાં બીજા સ્થાને હતો પરંતુ અહીં ૧૪ પોઈન્ટ હાસિલ કરી તે ટોપ પર પહોંચી ગયો. તારા રેન્કિંગ માત્ર આ ટૂર્નામેન્ટના પરિણામ પર આધારિત છે અને તેથી ગોલ્ડ મેડલ જીતનાર રેસલર નંબર એકનું રેન્કિંગ હાસિલ કરી રહ્યો છે.
વિશાલ કાલીરમણે બિન ઓલિમ્પિક વર્ગ ૭૦ કિલોમાં પ્રભાવિત કર્યા. તેણે કઝાખસ્તાનના સીરબાજ તાલગતને ૫-૧થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો. આ વચ્ચે ચાર વર્ષના ડોપિંગ પ્રતિબંધ બાદ પ્રોફેશનલ કુશ્તીમાં વાપસી કરનાર નરસિંગ પંચમ યાદવ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં કઝાખસ્તાનના દાનિયાર કૈસાનોવ સામે હારી ગયો.
ભારતે વર્ષની આ પ્રથમ રેન્કિંગ સિરીઝમાં સાત મેડલ જીત્યા. મહિલા વર્ગમાં વિનેશ ફોગાટે ગોલ્ડ અને સરિતા મોરે સિલ્વર મેડલ જીત્યો હતો. ગ્રીકો રોમનના રેસલર નીરજ (૬૩ કિલો), કુલદીપ મલિક (૭૨ કિલો) અને નવીન (૧૩૦ કિલો) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.