રેલવેમાં 1665 પદો પર થઈ રહી છે ભરતી, અરજી કરવાને માત્ર 2 જ દિવસ બાકી

રેલવે ભરતી બોર્ડ (RRB) મિનિસ્ટ્રિયલ તેમજ આઈસોલેટેડ પદો પર ભરતી માટે અરજીની છેલ્લી તારીખ 22 એપ્રિલ છે. એટલે હવે અરજી કરવા માટે માત્ર બે જ દિવસ બાકી રહી ગયા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 એપ્રિલ હતી, જેને 22 એપ્રિલ કરવામાં આવી હતી. મિનિસ્ટ્રિયલ તેમજ આઈસોલેટેડ પદો પર કુલ 1665 વેકેન્સી છે.

તેની અરજી પ્રક્રિયા 8 માર્ચે શરૂ થઈ હતી. નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટથી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ છે. SBI તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ છે. આ ભરતી અંતર્ગત જુનિયર સ્ટેનોગ્રાફર હિન્દી, ઈંગ્લિશ, ટ્રાન્સલેટર, કુક, વેલફેર ઈન્સ્પેક્ટર, ટીચર, લો આસિસ્ટન્ટ તેમજ અન્ય પદો પર ભરતી કરવામાં આવશે. પરીક્ષાની તારીખ પાછળથી જાહેર કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી સિંગલ સ્ટેજ CBT (કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ) દ્વારા કરવામાં આવશે. CBTમાં સફળ ઉમેદવારોની સ્કિલ ટેસ્ટ (સ્ટેનોસ ટ્રાન્સલેશન, ટીચિંગ સ્કિલ, પરફોર્મન્સ ટેસ્ટ વગેરે) પણ લેવામાં આવશે. સ્કિલ ટેસ્ટ બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ મેડિકલ એક્ઝામિનેશન થશે.

સિંગલ સ્ટેજ CBTમાં 90 મિનિટનો સમય આપવામાં આવશે અને 100 પ્રશ્નો પૂછવામાં આવશે. જુનિયન સ્ટેનોગ્રાફર (હિન્દી તેમજ અંગ્રેજી)નું CBT પ્રશ્ન પત્ર અન્ય પદો કરતા અલગ હશે. પરંતુ તેમાં પણ 90 મિનિટનો સમય આપવામાં આવશે અને 100 પ્રશ્નો પૂછવામાં આવશે.