‘રેડ’ની સિક્વલની હાલ કોઇ યોજના નથીઃ ફિલ્મ સર્જક રાજકુમાર

મોખરાના ફિલ્મ સર્જક રાજકુમાર ગુપ્તાએ હતું કે મારી સફળ ફિલ્મ રેડની સિક્વલ બનાવવાની હાલ મારી કોઇ યોજના નથી.
ઉત્તર પ્રદેશના એક માથાભારે નેતાજીના ઘરે ઇન્કમટેક્સની રેડ પાડવા ગયેલા હિંમતવાન ઇન્કમટેક્સ અધિકારીની બાયો-ફિલ્મ જેવી રેડમાં અજય દેવગણે મુખ્ય રોલ કર્યો હતો. જા કે બોક્સ આૅફિસ પર આ ફિલ્મે કોઇ મોટી ધાડ મારી નહોતી. ફિલ્મને મધ્યમ કહેવાય એવી સફળતા મળી હતી. પરંતુ એટલા માત્રથી રાજકુમાર ગુપ્તા હતાશ થયા નથી. એમણે  કે હું મારી સ્ટોરીલાઇનને બને તેટલી વાસ્તવિક રાખવા મથતો હોઉં છું. મનોરંજનનો મસાલો તો દરેક ફિલ્મમાં હોય. મારે તો દર્શકને વાસ્તવિકતાનો પરિચય કરાવવો હોય છે એટલે સભાનપણે કન્ટેન્ટ પર વધુ મદાર રાખું છું.