રીક્ષા ચલાવતા પિતાના પુત્રએ ૧૨ સાયન્સમાં ૯૧ ટકા મેળવ્યા

જીએસઈબી બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ૧૨ સાયન્સનું ૭૧.૯૦ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં સુરતમાં રીક્ષા ચાલકના દીકરીએ બોર્ડની પરીક્ષામાં ૯૧ ટકા મેળવ્યા છે. આઈએન ટેકરાવાલ સ્કૂલમાં અભ્યાસ કરતા શાહુ સુમિતે ૧૨ સાયન્સ એ-ગ્રુપની પરીક્ષામાં ૯૧ ટકા મેળવ્યા છે.
૧૨ સાયન્સ પરીક્ષામાં ૯૧ ટકા સાથે મેદાન મારનાર સુમિતે પરીબે જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી રોજ અભ્યાસ સિવાય રોજ ૪ કલાક જેટલું વાંચન કરતો હતો. શિક્ષકોની મહેનત અને માતા-પિતાના સપોર્ટથી આ પરિણામ મેળવવામાં સફળતા મળી છે. પિતાએ જણાવ્યું હતું કે, અભ્યાસ નહીં કરે તો મારી જેમ રીક્ષા ચલાવવી પડેશે. જેથી ધોરણ ૧૦ પછી ખૂબ મહેનત કરી આ સિદ્ધી હાંસલ કરી છે.
મૂળ ઉતરપ્રદેશના રહેવાસી શિવકોશોરભાઈ શાહુ છેલ્લા ૩૦ વર્ષથી સુરતમાં રહે છે. અને રીક્ષા ચલાવી બે દીકરી અને એક દીકરાને ભણાવી રહ્યા છે.માતા પણ સામાન્ય કામ કરી પરિવારને આર્થિક રીત મદદરૂપ થઈ રહ્યા છે.