રિષભ પંત યુવા ખેલડીઓમાં શ્રેષ્ઠ ‘ફિનિશર’ છેઃ પૃથ્વી

દિલ્હી કેપિટલ્સની ટીમના ઓપનિંગ બેટ્‌સમેન પૃથ્વી શાએ તેના સાથી ખેલાડી રિષભ પંતના વખાણ કરતા  હતું કે યુવા ક્રિકેટરોમાં તે શ્રેષ્ઠ ‘ફિનિશર’ છે.
૨૧ વર્ષના પંતની ફટકાબાજીથી કેપિટલ્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને રાતે અહીં રસાકસીભરી એલિમિનેશન મેચમાં બે વિકેટથી પરાજય આપ્યો હતો.
જીત મેળવવા ૧૬૩ રન કરવાના લક્ષ્ય સામે પોતાના દાવની નબળી શરૂઆત કરેલ કેપિટલ્સની ટીમને પંતે ૨૧ બોલમાં પાંચ છગ્ગા સાથે ૪૯ રન ફટકારી વિજયના માર્ગે લાવી મૂકી હતી.
“ટી-૨૦ મેચોમાં ખેલાડીઓ પર ઘણું માનસિક દબાણ રહેતું હોય છે અને પંતે ભવ્ય બૅટિંગ પ્રદર્શન કરી દેખાડ્યું હતું અને તે યુવા ખેલાડીઓમાં શ્રેષ્ઠ ફિનિશર છે, એમ પૃથ્વીએ મેચ બાદ પત્રકાર પરિષદને સંબોધતા હતું.