રિલાયન્સે નેટમેડ્‌સનો ૬૦ ટકા હિસ્સો ૬૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો…

ડિજિટલ સુવિધા આપવા માટે આ હિસ્સો ખરીદાયોઃ ઇશા અંબાણી

ન્યુ દિલ્હી : દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલે ચેન્નઈ સ્થિત વિટાલિક હેલ્થ પ્રા. લિ. અને એની સબસિડિયરી નેટમેડ્‌સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ નેટમેડ્‌સમાં ૬૦ ટકા હિસ્સો આશરે ૬૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કંપનીનાં ડિરેક્ટર ઇશા અંબાણીએ કહ્યું હતું કે બધાને ડિજિટલ સુવિધા આપવા માટે આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે. ઓનલાઇન ફાર્મસી કંપની નેટમેડ્‌સ મોટા ફાર્માસિસ્ટોને સાંકળે છે અને ગ્રાહકોને દવાઓની ડોર સ્ટેપ ડિલિવરી પણ કરે છે. આ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લોકડાઉનમાં તત્કાળ સોદો કરવાવાળી કંપની બની ગઈ છે.
વિટાલિક હેલ્થ અને તેની સબસિડિયરીઓ સામૂહિક રીતે નેટમેડ્‌સના રૂપે જાણીતી છે. રિલાયન્સ રિટેલે નેટમેડ્‌સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ વિટાલિક હેલ્થ પ્રા. લિ.ના ઇક્વિટી શેર કેપિટલમાં ૬૦ ટકા હોલ્ડિંગની સાથે એની સબસિડિયરી કંપની ટ્રિસારા, નેટમેડ્‌સ અને દાધા ફાર્માની ૧૦૦ ટકા ડિરેક્ટર ઇક્વિટી ઓનરશિપ ખરીદી લીધી છે.
આ મૂડીરોકાણ થકી દેશમાં દરેક જણ પાસે ડિજિટલ માધ્યમથી અમે દવા પહોંચાડી શકીશું. નેટમેડ્‌સ અમારી સાથે જોડાવાથી રિલાયન્સ રિટેલની સારી ગુણવત્તા અને એફોર્ડેબલ હેલ્થકેર પ્રોડક્ટ્‌સ અને સર્વિસ પૂરી પાડવાની ક્ષમતા વધારો થયો છે અને ગ્રાહકોને દૈનિક જરૂરી ચીજવસ્તુઓને પૂરી પાડવામાં મદદ મળી રહેશે, એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડનાં ડિરેક્ટર ઇશા અંબાણી કહ્યું હતું.
નેટમેડ્‌સના સંસ્થાપક અને ઝ્રર્ઈં પ્રદીપ દાધા ( નેટમેડ્‌સ માર્કેટપ્લેસ)નું કહેવું છે કે રિલાયન્સની ડિજિટલ, રિટેલ અને ટેક પ્લેટફોર્મની સંયુક્ત શક્તિની સાથે અમે વધુ ગ્રાહકોની વચ્ચે અમારી સપ્લાય ચેઇનને મજબૂત કરવા સક્ષમ થઈશું. આ કરાર પછી અમે અમારી સર્વિસ વધુ સારી રીતે આપી શકીશું, એમ તેમણે કહ્યું હતું.