રિકવરીના પંથે : સતત બીજા મહિને જીએસટી કલેક્શન ૧ લાખ કરોડને પાર…

નવેમ્બરમાં જીએસટી પેટે સરકારને ૧.૦૪ લાખ કરોડની આવક થઇ…

ન્યુ દિલ્હી : નાણામંત્રાલયે એક નિવેદનમાં મંગળવારે જણાવ્યું હતું કે, “જીએસટીની આવકના નવેમ્બર ૨૦૨૦ ના મહિનાની આવક ગયા વર્ષના સમાન સમયગાળાના જીએસટીની આવક કરતા ૧.૪% વધારે છે “. મંત્રાલયે ઉમેર્યું હતું કે, આ મહિના દરમિયાન માલની આયાતથી આવક ૪..૯% વધારે હતી અને ઘરેલું સેવાઓની આવક ૦.૫% વધારે છે.
કોરોના મહામારી અને લોકડાઉનથી સર્જાયેલી કટોકટી વચ્ચે ભારતીય અર્થતંત્ર બેઠુ થઇ રહ્યુ હોય તેવા વધુ એક સંકેત પ્રાપ્ત થયા છે. ગુડ્‌સ અને સર્વિસ ટેક્સ પેટે થતી માસિક કમાણી સતત બીજા મહિને નિર્ધારિતલક્ષ્યાંક ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ નોંધાઇ છે.
નાણાં મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બર મહિનામાં ગુડ્‌સ અને સર્વિસ ટેક્સ હેઠળ થતી કમાણી એટલે કે GST ક્લેક્શન ૧,૦૪,૯૬૩ કરોડ રૂપિયા નોંધાયુ છે. આ સાથે એપ્રિલ ૨૦૨૦થી શરૂ થયેલા નવા નાણાંકીય વર્ષે સતત બીજી વખતે GST ક્લેક્શન ૧ લાખ કરોડ રૂપિયાના સિમાચિહ્નની ઉપર નોંધાયુ છે. આર્થિક નિષ્ણાંતોનું કહેવુ છે કે, સતત બીજા મહિને ૧ લાખ કરોડ રૂપિયાના સિમાચિહ્નની ઉપર રહેલ ય્જી્‌ ક્લેક્શન એ અર્થતંત્રમાં રિકવરીના સંકેત આપે છે.
ગત ઓક્ટોબર ૨૦૨૦માં પણ GST ક્લેક્શન ૧.૦૫ લાખ કરોડ નોંધાયુ હતુ. અલબત્ત વાર્ષિક તુલનાએ પણ GST‌ ક્લેકશનમાં વૃદ્ધિ નોંધાઇ છે. નવેમ્બર ૨૦૧૯માં પણ જીએસટી ક્લેક્શન ૧.૦૩ લાખ કરોડ નોંધાયુ હતુ. ટકાવારીની રીતે વાર્ષિક તુલનાએ નવેમ્બર ૨૦૨૦માં GST ક્લેક્શન ૧.૪ ટકા વધ્યુ છે એવું નાણાંમંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યુ છે.
નાણાં મંત્રાલયના આંકડા મુજબ નવેમ્બર, ૨૦૨૦માં જીએસટી પેટે સરકારને ૧,૦૪,૯૬૩ કરોડ રૂપિયાની આવક થઇ છે. જેમાં CGST‌ પેટે સરકારને ૧૯,૧૮૯ કરોડ રૂપિયા અને SGST‌ પેટે સરકારને ૨૫,૫૪૦ કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે. તેવી જ રીતે IGST પેટે સરકારને ૫૧,૯૯૨ કરોડ રૂપિયાની આવક થઇ છે. તો સેસ મારફતે પણ કેન્દ્ર સરકારને ૮,૨૪૨ કરોડ રૂપિયાની આવક થઇ છે.