રાહુલ ગાંધી ૧૮ અને ૧૯ એપ્રિલે ગુજરાત પ્રવાસે, ત્રણ સભા સંબોધશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. તેઓ આગામી ૧૮ અને ૧૯ એપ્રિલે ગુજરાત પ્રવાસે આવશે અને ચૂંટણી પ્રચાર કરશે. આ બે દિવસ દરમિયાન તેઓ જૂનાગઢ, કચ્છ અને બારડોલીમાં સભા સંબોધશે. જ્યારે સુરતમાં રાત્રી રોકાણ પણ કરશે.
રાહુલ ગાંધી ૧૮મી એપ્રિલે બપોરે ૩.૩૦ કલાકે બરેલીથી સીધા કેશોદ આવશે. તેઓ ૪ વાગ્યે કેશોદથી વંથલી સભાસ્થળે પહોંચશે. ૪થી ૫ કલાક દરમિયાન તેઓ વંથલીમાં જાહેરસભામાં હાજર રહેશે. વંથલીમાં તેઓ પોરબંદર અને જૂનાગઢ લોકસભાના લોકોને સંબોધશે.
વંથલીમાં જાહેરસભા બાદ રાહુલ ગાંધી ૫.૨૫ કલાકે કેશોદ પહોંચશે. જ્યાંથી ૫.૩૦ કલાકે સ્પેશિયલ ફ્લાઇટ મારફતે ભૂજ જવા રવાના થશે. જ્યારે તેઓ ૬.૧૫ કલાકે ભૂજ ખાતે જાહેરસભામાં પહોંચશે. જે બાદ તેઓ ૭.૩૦ કલાકે ભૂજથી સુરત જવા રવાના થશે.
રાહુલ ગાંધી ૧૮મી એપ્રિલે સુરત ખાતે રાત્રી રોકાણ કરશે. જ્યારે બીજા દિવસે એટલે કે ૧૯મી એપ્રિલે તેઓ બારડોલીમાં જાહેરસભા સંબોધશે.