રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરશે સુશીલ મોદી ‘૧૫ વર્ષ સુધી બૂથ લૂંટીને રાજ કરનારા આજે ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છેઃ સુશીલ કુમાર મોદી

બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કÌš કે રાહુલ ગાંધી મોદીનુ નામ લઈને ચોકીદાર ચોર હોવાના નારાં લગાવે છે. જેથી આ મામલે તેમની વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવશે. સુશીલ મોદીએ કÌš કે બિહારમાં ૧૫ વર્ષ સુધી બૂથ લૂંટીને રાજ કરનારા આજે ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
હારના કારણે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહી છે. જ્યારે કોંગ્રેસ ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીત્યુ ત્યારે કોંગ્રેસે ઈવીએમ પર કોઈપણ પ્રકારનો સવાલ ઉઠાવ્યો નહોતો. અને હવે કોંગ્રેસને ઈવીએમમાં ગડબડી લાગે છે. તેમણે કÌš કે વિપક્ષને સુપ્રીમ કોર્ટ ઉપર પણ વિશ્વાસ નથી જેથી તેઓ ઈવીએમ પર ફરીવાર સવાલ ઉઠાવી રહ્યા છે.
હકીકતમાં રાફેલ મામલા પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ અનેક વાર તેઓ એવું કહી ચૂક્્યાં છે કે નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી, યે સારે મોદી ચોર હૈ. આ પહેલાં પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ ‘ચોકીદાર ચોર હૈ’ કમેન્ટ પર સુપ્રીમ કોર્ટ જવાબ માંગી ચૂકેલ છે. ત્યારે હવે જાવાનું એ રÌšં કે, આ નિવેદનથી રાહુલ ગાંધીની મુશ્કેલીમાં કેટલો વધારો થાય છે.