રાહુલ ગાંધીમાં પહેલા કરતા વધુ રાજનીતિક પરખ આવી છેઃ ઝફર સરેશવાલા

પહેલા જાહેરમાં મોદીની પ્રશંસા કરવાવાળા સરેશવાલાએ પીએમના સૌથી મોટા રાજકિય વિરોધીના વખાણ કરીને સૌને હેરાન કરી દીધા છે.પીએમ મોદીના કટ્ટર સમર્થક જફર સરેશવાલાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. પહેલા મોદીની જાહેરમાં પ્રશંસા કરવાવાળા જફરે હવે તેમના સૌથી મોટા રાજકિય વિરોધીની પ્રશંસા કરીને સૌને હેરાન કરી દીધા છે. તેમણે  કે, રાહુલ ગાંધીમાં અત્યારે પહેલા કરતા વધારે રાજનીતિક પરખ આવી છે અને તે ૨૦૧૪ કરતા વધારે આત્મવિશ્વાસથી ભરેલા લાગે છે.
તેમણે ટ્‌વીટ કર્યું, તે (રાહુલ ગાંધી) જે રીતે લોકો સાથે સંવાદ કરી રહ્યા છે અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ ઉપર જે રીતની તેમને પ્રતિક્રિયા મળે છે જેનાથી સ્પષ્ટ થાય છે કે લોકો તેનામાં રસ લઈ રહ્યા છે અને આવનારો સમય રાહુલનો હશે. આ ટ્‌વીટ ઉપર જ્યારે ઈંડિયન એક્સપ્રેસે મૌલાના આજાદ નેશનલ ઉર્દૂ યૂનિવર્સિટીના ચાંસલર રહેલા જફર સરેશવાલા સાથે વાતચીત કરી તો તેમણે , જા તમારો દુશ્મન શારૂ કામ કરી રહ્યો હોય તો તેમની પણ પ્રશંસા કરવી જાઈએ.