રાહુલ ગાંધીના નેતૃત્વમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે : અમિત ચાવડા

આણંદ,
આંકલાવ ખાતે મતદાન કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતુ કે, દેશભરમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. માન, સન્માન, અધિકાર, બંધારણની રક્ષા માટે અને દેશનું લોકતંત્ર બચાવવા માટે મતદારો મતદાન કરી રહ્યા છે ત્યારે ગુજરાતના સૌ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. જે રીતે આખા દેશમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે તેમાં ગુજરાત પણ જાડાયું છે એ જાતાં ૧૬ કરતા વધારે બેઠકો પર ખેડૂતો, મહિલા, વેપારીવર્ગ, યુવા વર્ગ સહિતના તમામ લોકોના આર્શીવાદ મળશે. ગુજરાત અને દેશમાં પરિવર્તન ચાલી રહ્યું છે એ જાતાં કેન્દ્રમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકોના માન સન્માન જાળવતી કોંગ્રેસની સરકાર બનશે.