રાહુલ ગાંધીએ જુઠ્ઠુ બોલવામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે : પીએમ મોદી

14

વડાપ્રધાન મોદીએ પુડુચેરીમાં વિપક્ષ પર પ્રહારો કર્યા…

રાહુલ ગાંધીનું મત્સ્યપાલન મંત્રાલય બનાવવાનું નિવેદન સાંભળી સ્તબ્ધ થઇ ગયો હતો…

પોંડિચેરી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પુડુચેરીની મુલાકાત દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર બરાબરના વરસી પડ્યાં હતાં. તેમણે રાહુલ ગાંધી પર જુઠ્ઠાણામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હોવાનો ટોણોં મારી મત્સપાલન મંત્રાલયને લઈને જોરદાર ઝાટકણી કાઢી હતી.
પીએમ મોદીએ રાહુલ ગાંધીના ‘મત્સ્યપાલન મંત્રાલય’બનાવવાના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમનું નિવેદન સાંભળીને હું સ્તબ્ધ રહી ગયો હતો. કોંગ્રેસ પાર્ટી જૂઠ્ઠાણાના સહારે જ ચાલે છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ થોડા દિવસના અંતરમાં બે વાર મત્સ્યપાલન મંત્રાલયને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું, ત્યારબાદ બીજેપીએ વળતા હુમલાઓ કરવાનુ શરુ કરી દીધું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુડુચેરી પહોંચ્યા હતાં. કેન્દ્રશાસિત પ્રદેશ એવા પુડ્ડુચેરીમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્‌સની શરૂઆત કરતા પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, હકીકત એ છે કે એનડીએ સરકારે વર્ષ ૨૦૧૯માં જ મત્સ્યપાલન માટે મંત્રાલયની રચના કરી હતી. મત્ય્સપાલન માટે ફાળવેલું બજેટ માત્ર બે વર્ષમાં ૮૦ ટકાથી વધુ થઈ ગયું છે. તેમણે રાહુલ ગાંધીના ઉત્તર-દક્ષિણવાળા નિવેદનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કહ્યું કે, કોંગ્રેસની ભાગલા પાડો, ખોટું બોલો અને રાજ કરોની નીતિ છે. તેઓ ખોટું બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે.
જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ બીજાને લોકતંત્ર વિરોધી કહેવાની કોઈ તક છોડતી નથી. પણે તેણે પોતે અરીસામાં જોવાની જરૂર છે. તેમણે દરેક પ્રકારે લોકતંત્રનું અપમાન કર્યું. પુડ્ડુચેરીમાં તેમણે પંચાયતની ચૂંટણી કરાવવાનો પણ ઈનકાર કરી દીધો. કોંગ્રેસની ભાગલા પાડો, ખોટુ બોલો અને રાજ કરોની નીતિ છે. તેઓ ખોટું બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘મત્સ્યપાલન મંત્રાલય બનાવીશું’ વાળી ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા અહીં આવીને કહે છે કે અમે માછીમારો માટે મત્સ્યપાલન મંત્રાલય બનાવીશું, હું ચોંકી ગયો. હકીકતમાં અમારી એનડીએ સરકારે વર્ષ ૨૦૧૯માં જ માછીમારો માટે મંત્રાલય બનાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ પુડ્ડચેરીમાં ચાર લેનના દ્ગૐ ૪૫નો શિલાન્યાસ કર્યો હતો. આ હાઈવે ૫૬ કિલોમીટરનો સત્તાનાથ પુરમથી નાગપટ્ટિનમ સુધી છે. આ ઉપરાંત પીએમ મોદીએ જવાહરલાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં બ્લડ સેન્ટર અને ૧૦૦ બેડ ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ધાટન કર્યું હતું. ભારતીય ખેલ ઓથોરિટીના તત્વાવધાનમાં લગભગ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે તેને મહિલા એથલિટો માટે બનાવવામાં આવી છે જ્યારે બ્લ્ડ સેન્ટર ૨૮ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્‌સ ઉપરાંત પીએમ મોદીએ ઈન્દિરા ગાંધી ખેલ પરિસરમાં સિન્થેટિક એથલેટિક ટ્રેકનો પણ શિલાન્યાસ કર્યો હતો.