રાત્રિ કર્ફ્યુનો અમલ : આણંદ શહેર સહિત વિદ્યાનગર-કરમસદમાં મુખ્ય રસ્તાઓ સૂમસામ થયા…

154

આણંદ : રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતા અને હાઈકોર્ટ દ્વારા ટકોર થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ર૦ શહેરોમાં રાત્રી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.

તે અંતર્ગત આણંદ શહેરમાં આજે રાત્રીના ૮ વાગ્યાથી કર્ફ્યુનો સખ્ત અમલ કરવામાં આવ્યો છે. આણંદ શહેરને અડી આવેલા કરમસદ અને વિદ્યાનગરમાં પણ કોરોના સંક્રમણના વધુ કેસ નોંધાયા હોવાથી આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા આ બંને શહેરના રાત્રિના ૮ વાગ્યાથી ૬ વાગ્યા સુધી કર્ફ્યુ અમલવારી લાગુ કરવામાં આવી છે. જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તેમ જિલ્લા અધિક કલેક્ટર પી.સી.ઠાકુરે જાહેરનામું બહાર પાડી જણાવેલ છે.

  • આણંદ-વિદ્યાનગર અને કરમસદમાં રાત્રિના ૮ વાગ્યા બાદ શોપીંગ સેન્ટરો, સિનેમાગૃહ બાગબગીચા, ખાણીપીણી લારીઓ અને દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ અને સ્વીમીંગ પુલ, ખાનગી ઓફિસો, જીમ, શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા જણાવેલ છે. તેનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.