રાજ કુમાર રાવ આગામી ફિલ્મમાં અઢળક મહેનાતાણું વસુલશે…

બોલીવૂડમાં હાલ રીમેકનો વાયરો છે. રાજ કુમાર રાવ ’ચુપકે ચુપકે’ ની રીમેકમાં ધર્મેન્દ્રએ ભજવેલી ભૂમિકા ભજવવાનો છે.આ માટે રાજકુમાર રાવે અઢળક ફી વસૂલી હોવાની ચર્ચા છે.
મળેલી બાતમીને સાચી માનીએ તો, આ ફિલ્મ માટે રાજ કુમાર રાવ તગડી ફી વસૂલી છે. તે આ ફિલ્મ માટે રૂપિયા નવ-દસ કરોડ માંગી રહ્યો છે,અને તેને અધધધ રૂપિયા આપવા ફિલ્મસર્જક રાજી થઇ ગયા છે. જો આ સાચું હશે તો, આ તેની અત્યાર સુધીની સૌથી વધુ ફી અપાવનારી ફિલ્મ બનશે.કહેવાય છે કે, ’સ્ત્રી’ની સફળતા બાદ રાજ કુમાર રાવે પોતાની ફીમાં વધારો કર્યો છે. જોકે અભિનેતા પોતાનું મહેનતાણું વધારવા માટે હકદાર છે. મોટાભાગની તેની ફિલ્મો રૂપેરી પડદે સફળ થતી જોવા મળી છે.
બોલીવૂડમાં ફિલ્મો સફળ થવા લાગે કે એકટર્સો ફી વધારી દેતા હોય છે. ભૂતકાળમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને શાહિદ કપૂર આ વાતનું ઉદાહરણ છે.