રાજ્યમાં ૧ લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર : ચોંકાવનારા આંકડા જાહેર

વિકાસની ગુલબાંગો : ગુજરાત વિધાનસભામાં કુપોષણના ચોંકાવનારા આંકડા જાહેર થયા

રાજ્યમાં કુલ ૧૪૨૧૪૨ બાળકો કુપોષણનો શિકાર,દાહોદ જિલ્લામાં સૌથી વધુ ૧૪૧૯૧, નર્મદા બીજા નંબરે,અમદાવાદ જેવા મહાનગરમાં ૧૯૨૫ બાળકો કુપોષણનો શિકાર

ગાંધીનગર,
રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા જાહેર થતાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં હાલમાં ૧,૪૨,૧૪૨ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જ્યારે અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા ૨૪,૧૦૧ છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના જુદા જુદા જિલ્લામાં સૌથી વધુ બાળકો કુપોષણનો શિકાર દાહોદ જિલ્લામાં બન્યા છે. દાહોદ જિલ્લામાં ૧૪,૧૯૧ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.

ગામડાઓ કરતાં મહાનગરમાં કુપોષણની સ્થતી વધુ ચિંતાજનક છે. રાજ્યના મહાનગરમાં અમદાવાદમાં ૧,૯૨૫ બાળકો કુપોષણનો શિકાર છે સુરતમાં ૫૩૧૮ રાજકોટમાં ૩૦૨૧ વડોદરમાં ૬૧૫૪ બાળકો કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે. મહાનગરોની Âસ્થતી પણ ચિંતાજનક છે. એક બાજુ સરકાર મીડ ડે મીલ જેવા કાર્યક્રમો ચલાવી બાળકોને પૂરતું પોષણ આપવાનો દાવો કરે છે પરંતુ રાજ્યના કુપોષણના આંકડા ચિંતાજનક છે.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નાવલી દરમિયાન આંકડાઓ સામે આવ્યા છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના આંકડા સરકારના વિકાસની વાતોના દાવા ખુલ્લા પાડે છે. નર્મદા જિલ્લામાં ૧૨૬૬૭ બાળકો કુપષોણનો શિકાર છે, આદિવાસી વિસ્તારમાં કુપોષણનું પ્રમાણ વધારે જાવા મળે છે. જાકે, આ રેસમાં મહાનગરો પણ બાકાત નથી. શહેરોમાં સૌથી વધુ વડોદરામાં બાળકો કુપોષિત છે.

રાજ્યસરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદમાં છે. દાહોદમાં ૧૪૧૯૧ બાળકો કુપોષિત છે જ્યારે રાજ્ય માં કુપોષણ થી પીડાતા બાળકો ની સંખ્યા આણંદ ૬૦૨૬ વલસાડ ૧૫૮૨ કચ્છ ૨૪૧૪ પાટણ ૪૩૩૪ બનાસકાંઠા ૬૦૭૧ મહેસાણા. ૧૨૪૮ ખેડા. ૭૦૨૧ મહીસાગર. ૪૦૯૮ અમરેલી. ૨૨૩૬ બોટાદ. ૭૫૮ જામનગર. ૨૭૦૪ દેવભૂમિ દ્વારકા ૧૬૧૮ અમદાવાદ ૧૯૨૫ ગાંધીનગર. ૪૨૬૫ સાબરકાંઠા ૭૭૯૭ અરવલ્લી ૩૫૫૧ છોટા ઉદેપુર. ૭૦૩૧ નર્મદા ૧૨૬૭૩ સુરેન્દ્રનગર ૫૫૪૯ ભરૂચ. ૩૫૬૦ નવસારી. ૧૩૨૧ દાહોદ. ૧૪૧૯૧ પંચમહાલ. ૬૧૫૬ જૂનાગઢ. ૨૨૭૮ પોરબંદર ૪૬૯ તાપી ૩૧૯૪ ડાંગ. ૩૩૨૪ મોરબી. ૧૪૩૮ રાજકોટ. ૩૦૨૧ ગીર સોમનાથ ૧૦૭૬ ભાવનગર. ૭૦૪૧ વડોદરા ૬૮૫૪ સુરત. ૫૩૧૮ બાળકો કુપોષિત છે.