રાજ્યમાં વાહનચાલકોને વર્ષે ૨૬૪ કરોડનો દંડ, સરકારી તિજોરી છલકાઈ…

૫ વર્ષમાં ૩૪૩૫૯ લાયસન્સ સસ્પેન્ડ, ૪.૬૬ લાખ વાહનો ડિટેઈન…

અમદાવાદ,
ગુજરાત સરકારની તિજોરી સૌથી વધુ વાહન ચાલકોના દંડથી ભરાય છે. જેનો સ્વીકાર ગુજરાત વિધાનસભામાં ખુદ સરકારે કર્યો હતો. છેલ્લા ૫ વર્ષમાં વાહનચાલકોના દંડની રકમ ૧૩૨૩ કરોડ વસુલવામાં આવી છે. તે જોતા એક વર્ષમાં કરોડ, એક મહિનામાં ૨૨ કરોડ અને એક દિવસમાં ૭૩ લાખ કરોડ વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં વાહન ચાલકોને આડેધડ દંડ ફટકારવાની કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી છે. છેલ્લાં પાંચ વર્ષમાં વાહન ચાલકો સામે ૨૬.૬૧ લાખ કેસ કરાયા છે, જે પૈકી દંડ પેટે ૧૩૨૩ કરોડ વસૂલ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ પરંતુ ૫ વર્ષમાં ૩૪૩૫૯ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. ડિટેઈન કરાયેલા વાહનોનો આંકડો ૪.૬૬ લાખને પાર કરી ગયો છે.