રાજ્યભરમાં સોમવારથી કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય કરાશે શરૂ…

11

હોસ્ટેલમાં એસઓપીનું પાલન કરવાનું રહેશે…

રાજ્યમાં ૮ ફેબ્રુઆરીથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવશે…

ગાંધીનગર : કોરોના સંકટના કારણે રાજ્યની શાળા અને કોલેજો બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લઇને શાળા અને કોલેજો ફરી શરૂ થઇ રહી છે. ત્યારે હવે કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરાશે. જોકે શાળા-કોલેજોમાં કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ૮ ફેબ્રુઆરીથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. તો સાથે હોસ્ટેલમાં પણ એસઓપીનું પાલન કરવાનું રહેશે. હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહી શકે.
૧ ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ-૯ અને ૧૧ના વર્ગ શરૂ કરાયા હતા. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યની શાળાઓમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી વર્ગ શરૂ કરાયા હતા. જેમાં બાળકોની સુરક્ષાને લઇને પણ ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે. ધોરણ-૯ના અંદાજે ૯થી ૧૦ લાખ અને ધોરણ ૧૧ના અંદાજે ૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. અગાઉ ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ શરૂ કરવા મંજૂરી અપાઇ છે. જોકે ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરવા માટે વિચારણા ચાલુ છે.
તમામ સ્કૂલો બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇ સ્કૂલો ફરી શરૂ થઇ રહી છે. સ્કૂલોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું . સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવાનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જો વર્ગખંડ નાનો પડે તો લાઈબ્રેરી કે લેબોરેટરીનો પણ ઉપયોગ કરી શકાય છે.