રાજ્યકક્ષાના ૭૨મા પ્રજાસત્તાક દિવસની દાહોદમાં શાનદાર ઉજવણી, રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ લહેરાયો…

  • રાજ્યપાલે રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાયો…

દાહોદ : આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ, હેરતભર્યા મોટર સાઇકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા.પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે ઉપસ્થિત રહેલા સ્વાતંત્ર્યસેનાનીઓનું રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સન્માન કરી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે પરેડમાં પ્લાટુન નં-૩ સુરત શહેર મહિલા પોલીસ પ્રથમ, બીજા ક્રમે પ્લાટુન નં-૧ ચેતક કમાન્ડો અને ત્રીજા ક્રમે પ્લાટુન નં-૬ દાહોદ જિલ્લા પુરૂષ પ્લાટુંન આવતા રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના હસ્તે રનીંગ ટોફ્રી એનાયત કરાયા હતા.
૧૨ જેટલી પ્લાટુનમાં ગુજરાત પોલીસદળના ૪૯૦ ઉપરાંત જવાનોએ આઈ.પી.એસ અધિકારી અને પરેડ કમાન્ડન્ટશ્રી વિકાસ સુંદા નેતૃત્વમાં પરેડ યોજાઇ હતી. પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી, પ્રભાવશાળી કૂચ કદમ (માર્ચ પાસ્ટ) ગણવેશધારી ટૂકડીઓએ રજૂ કરી ત્યારે લોકોએ હર્ષનાદથી પોલીસ જવાનોની શિસ્તબધ્ધતાને વધાવી લીધી હતી. શ્વાન દળ અને પોલીસના મહિલા અને પુરૂષ મોટર સાઇકલ સવારો દ્વારા હેરતભર્યા કરતબો નિહાળી દાહોદ વાસીઓ મંત્રમુગ્ધ બન્યાં હતા.
આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબહેન રૂપાણી, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, વજુભાઈ પણદા, ચંદ્રિકાબેન બારીયા,રમેશભાઈ કટારા, વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, યુવક સેવા વિભાગના સી.વી. સોમ, માહિતી નિયામક અશોક કાલરીયા, કલેકટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, જિલ્લા પોલીસ અધિકારી હિતેશ જોયસર, નિવાસી અધિક કલેકટર મહેશ દવે સહિત ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહી રાજયપાલ અને મુખ્યમંત્રીને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.