રાજકોટ બાદ હવે જામનગર, કોરોનાથી મોતના સત્તાવાર આંકડાની સામે સાચો મોતની સંખ્યાનો દાવો ચોંકાવનારો…

રાજકોટ : ગુજરાતમાં કોરોના વાયરસથી મોતના મામલે વધુ એક વાર મોટો દાવો સામે આવ્યો છે. જામનગર કોંગ્રેસનાં એમએલએ વિક્રમ માડમે દાવો કર્યો કે સરકારી આંકડા અનુસાર ૨૬ના મોત પણ ૧૮૨ મૃતદેહોની કોરોના પ્રોટોકોલ અનુસાર અંતિમવિધિ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે દાવો કર્યો છે કે, જામનગરમાં કોરોનાથી થતાં મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. પોતે કેટલાક નેતાઓ સાથે ગ્રાઉન્ડ લેવલે પહોંચ્યા છે અને જામનગરની વાસ્તવિકતા અંગે કેટલાક દાવા કરી રહ્યા જે મુજબ ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે. કોંગ્રેસ એમએલએ વિક્રમ માડમે રૂબરૂ સ્મશાનની મુલાકાત લીધી હતી.
જ્યાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર આવ્યા હોય તેનો આકડો ૧૮૨ છે. જ્યારે સરકારી આંકડો જોઈએ તો જામનગરમાં કુલ ૨૬ મોત કોરોનાથી થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેમાંથી ૧૦ શહેરમાં ૧૬ ગ્રામ્યમાં થયા છે. જ્યારે સ્મશાનના આંકડા કંઈક ઓર જ કહાની કહી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ, કે, જ્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ અમે કહ્યું હતુ કે, કોરોનાની મહામારીમાં કોઈ રાજનીતિ ન હોય. સરકાર કહે છે કોરોનાથી મોત નથી થતું જેને કારણે લોકો બેદરકાર બન્યા છે. અને રોગચાળો વકરી રહ્યો છે. હું દાવા સાથે કહું છે કે જામનગરમાં રોજના કોરોનાથી ૧૨થી ૧૫ મોત થાય છે. જનતાને સાચા આકંડા જણાવો. રાજકોટ પર કોરોનાનો કાળો છાયો ઘેરાતો જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના હૃદય પર કોરોનાનો ભાર વધતો જઈ રહ્યો છે. કારણ કે, સૌરાષ્ટ્રભરમાંથી કોરોનાના સંક્રમિત દર્દીઓ સારવાર માટે રાજકોટમાં આવે છે. જેના કારણે અહીં દર્દીઓના મોતના આંકડા પણ સતત વધતા જઈ રહ્યા છે. કારણ કે, આ દર્દીઓમા અંતિમ સંસ્કાર પણ રાજકોટમાં જ થાય છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે, આરોગ્ય વિભાગથી માંડીને સ્થાનિય તંત્ર સુધી તમામ લોકો મોતનાં આંકડા છૂપાવી રહ્યા છે.