રાજકુમાર હિરાની મલેશિયન ફિલ્મ ફેસ્ટવલ ૨૦૧૯માં જ્યૂરી હેડ બન્યા

‘થ્રી ઈડિયટ્‌સ’ તથા ‘સંજુ’ જેવી ફિલ્મ્સ બનાવનાર ડિરેક્ટર રાજકુમાર હિરાનીને મલેશિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેÂસ્ટવલમાં જ્યૂરી હેડ બનાવવામાં આવ્યા છે. ત્રીજા મલેશિયન ગોલ્ડન ગ્લોબ એવોડ્‌ર્સ ૧૪થી ૨૦ જુલાઈની વચ્ચે યોજાશે. આ વખતની થીમ માનવતા પર આધારિત છે.
મલેશિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેÂસ્ટવલની શરૂઆત ૨૦૧૭માં થઈ હતી. જેનો ઉદ્દેશ મલેશિયન દર્શકોને ઈન્ટરનેશનલ સિનેમા સાથે કનેક્ટ કરવા તથા દેશમાં ફિલ્મ મેકિંગ ટેલેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. જેની અસર ૨૦૧૮માં જાવા મળી હતી. જ્યારે મલેશિયન ફિલ્મમેકર સેમસુલ યુસુફની હોરર ફિલ્મ ‘મુનાફિફ ૨’એ સૌથી વધુ ૯ મિલિયન રૂપિયાની કમાણી કરી હતી.
જ્યૂરીમાં રાજકુમાર હિરાની સિવાય સાઉથ કોરિયન સિનેમેટોગ્રાફર કિમ હ્યૂંગ કૂલ, હોંગકોંગની એક્ટ્રેસ સેસિલિયા યિપ, ઈન્ડોનેશિયન ડિરેક્ટર જાકો અનવર તથા મિસેસના નામથી જાણીતા મલેશિયન ડિરેક્ટર યુહાંગ પણ સામેલ છે.