રંગેચંગે થશે ગંગા પૂજા,મીની ઇનિડયા વારાણસી,જુલૂસમાં હશે કમળ રથ ૨૬ એપ્રિલે વારાણસીમાં ૫ લાખની જનમેદની સાથે મોદી ભરશે ઉમેદવારી પત્રક

વારણસી લોકસભા સીટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ઉમેદવારી પત્ર ભરવા અને રોડ શોને ભાજપ ઐતિહાસિક બનાવવાની તૈયારીમાં લાગી ગયું છે. મોદી ૨૬ એપ્રિલે અહીંથી ફોર્મ ભરશે. ઘણાં રાજ્યના મુખ્યપ્રધાનની ફોજ અહીં મોરચો સંભાળવા આવી રહી છે. ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યપ્રધાન ઉપરાંત બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર આવવાના પણ સમાચાર છે.
કેટલાક કેન્દ્રીય પ્રધાનો રાજનાથસિંહ, સુષમા સ્વરાજ, પીયૂષ ગોહેલ પણ અહીં આવવાનો પ્રોગ્રામ બનાવી ચૂક્્યા છે. મોદીનાં જનતા દર્શનને સફળ બનાવવા માટે પાર્ટી આખા શહેરમાં તૈયારીઓ કરી રહી છે. ૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે વડા પ્રધાન મોદીનો રોડ શો ખાસ રહેશે. મિની ઈÂન્ડયા સાથે બનારસ ઓળખ અને સંસ્કૃતિ સાથે જાડાયેલા દરેક રંગ જાવા મળશે. પાંચ લાખની ભીડ ભેગી કરવાનું લક્ષ રખાયું છે. કલમ રથ પર ૧૦ કિ.મી.નું અંતર કાપીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચશે.
ગઈ વખતે સાંસદ ચૂંટાયાના આગામી દિવસે મોદી ગંગાતટ પર પહોંચ્યા હતા, પરંતુ આ વખતે ઉમેદવારી પત્ર ભર્યા પહેલ ૨૫ એપ્રિલે ગંગાની પૂજા કરશે અને આરતીમાં સામેલ થશે. ચૂંટણી રથ શહેરના જૂના વિસ્તારોથી થઈને ગંગા તટ પર ખતમ થશે.
આખું શહેર લગભગ ભગવા રંગમાં જાવા મળશે. તમામ રાજ્યોમાંથી મોદી સમર્થક પોતાની પારંપરિક વેશભૂષામાં શંખ અને ડમરું વગાડતા આ જુલુસનો ભાગ બનશે. એક ખુલ્લી ગાડીને વડા પ્રધાન મોદીના રથના રૂપમાં ખાસ કરીને કમળના ફૂલોથી સજાવાશે. રસ્તામાં ગુલાબની પાંખડીઓનો વરસાદ કરાશે.