યોગી આદિત્યનાથ, કેજરીવાલ અને મોહન ભાગવતને જાનથી મારી નાંખવાની ધમકી

newstracklive.com

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને RSS ના સરસંઘચાલક મોહન ભાગવતને જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ એલર્ટ થઇ છે. યુપીના શામલી રેલવે સ્ટેશન માસ્ટરને મળેલી એક ચિઠ્ઠીમાં આ ત્રણેય નેતાઓને મારી નાખવાની ધમકી મળી છે. સાથે જ ચિઠ્ઠીમાં રેલવે સ્ટેશન અને મંદિરોને પણ નિશાને લેવાની ધમકી મળી છે.

આ ધમકીની ચિઠ્ઠી મળ્યા બાદ યુપી પોલીસ ત્વરિત એલર્ટ થઇ ગઇ છે અને સઘન તપાસ હાથ ધરવામા આવી છે. પોલીસે આ ધમકીને ગંભીરતાથી લઇને તપાસ ATS ને સોંપી દીધી છે.