યુવાને ૧૮ દિવસમાં ૯૦૦ કિમી ચાલી મુંબઇ પહોંચી અક્ષયકુમાર સાથે મુલાકાત કરી…

અક્ષયે તસ્વીર-વીડિયો ટિ્‌વટ કરી કહ્યું કૃપા કરીને આવુ ના કરો…

રાજકોટ,
બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સનાં લોકો જબરા ફેન હોય છે. પોતાના ફેવરિટ સ્ટાર્સ માટે કંઈકને કંઈક અવનવું કરતા હોય છે. દ્વારકાનો પરબત માડમ નામનો ૨૦ વર્ષીય યુવાન અક્ષય કુમારનો ગજબનો ફેન છે. જેથી તે તેના પ્રિય સ્ટાર અક્ષય કુમારને મળવા દ્વારકાથી પગપાળા મુંબઇ જવા ૧૬ ઓગસ્ટના રોજ નીકળ્યો હતો. જે આજે ૧૮માં દિવસે ૯૦૦ કિમીથી વધુ ચાલીને મુંબઇ પહોંચી અક્ષયકુમારને મળ્યો હતો. અક્ષયકુમારે પરબત સાથે તસવીર અને તેનો વીડિયો ટ્‌વીટ કરી લખ્યું છે કે, કૃપા કરીને આવું ના કરો.
આજે પરબતને મળ્યો, તે ૯૦૦ કિલોમીટરથી વધુ ચાલીને દ્વારકાથી આવ્યો છે. તેના યોજના પ્રમાણે તે ૧૮ દિવસ પછી આજે રવિવારે મુંબઇ આવી પહોંચ્યો છે. જો આપણા યુવાનો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની યોજના અને સંકલ્પનો ઉપયોગ કરે છે તો પછી અમને કોઈ રોકતું નથી! આપ સૌને મળવું હંમેશાં ઉત્તમ છે અને તમે મને જે પ્રેમ કરો છો તેના માટે હું આભારી છું પણ કૃપા કરીને આ બાબતો ન કરવા વિનંતી. તમારા જીવનને વધુ સારું બનાવવામાં તમારા સમય, શક્તિ અને સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરો, જે મને સૌથી વધુ ખુશ કરશે. પરબતને ખૂબ ખૂબ શુભેચ્છા.