યુવાને ઝેર પીતા પરિવારજનો હોસ્પટલના બદલે મંદિરે લઇ ગયા, અંતે મોત થયું

ગુંદા ગામના જીવરાજ બચુભાઇ રાઠોડ નામનો યુવાન ૧૩ મેએ સાંજે વાડીના શેઢે નદીના પટમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જીવરાજના સ્વજનો તે વખતે તેને દવાખાનાના નજીકના ધાર્મિક સ્થાને લઇ ગયા હતાં. જીવરાજના મોટા ભાઇ દિનેશના કહેવા મુજબ ત્યાં તેને એકાદ કલાક રખાયો હતો અને ત્યાં હાજર વ્યકિતએ આને ખૂબ પાણી પીવડાવો, ઉલ્ટીઓ થશે એટલે સારું થઇ જશે તેમ જણાવતાં અમે એમ કર્યું હતું. એ પછી જીવરાજે પણ પોતે સંપૂર્ણ સ્વસ્થ હોય એ રીતે વાતો કરી હતી. બાદમાં અમે તેને ઘરે લઇ આવ્યા હતાં અને ઘરે પણ ખૂબ પાણી પીવડાવી તરબુચ ખવડાવ્યું હતું. તેણે થોડી ઉલ્ટીઓ પણ કરી હતી. મંગળવારે પણ જીવરાજે પોતે સ્વસ્થ હોય તેવું જ વર્તન કરતાં તેને સારું થયાનું પરિવારને લાગ્યું હતું.
જા કે વહેલી સવારે જીવરાજની તબિયત ફરી લથડી હતી અને પરિવારજનો તેને તુરંત રાજકોટ સિવિલ લઈ ગયા હતા. જા કે, તેને પહેલા કુવાડવા રોડની ખાનગી હોસ્પટલે લઇ ગયા હતાં પરંતુ ત્યાંથી સિવિલ હોસ્પટલમાં જવા કહેવાયું હતું. અહીં ડોક્ટરે જીવરાજમાં જીવ નહીં રહ્યાનું  હતું. જીવરાજે ઝેર શા માટે પીધું તે અંગે સ્વજનો કારણ જાણતા નથી. તે પાંચ ભાઇ અને પાંચ બહેનમાં આઠમો હતો. તેના લગ્ન રેખા નામની યુવતી સાથે થયા હતા. જુવાનજાધ પુત્રના માતા-પિતા-પત્ની સહિત પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે.