યુવકે વડાપ્રધાન મોદીને વોટ આપવા ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી..!!

હાલમાં જ્યારે કર્ણાટકના મેંગ્લોરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જન સભાને સંબોધિત કરી હતી, ત્યારે તેમના મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, પરંતુ આ બધામાં પીએમ મોદીનો એક એવો પણ ફેન આવ્યો હતો, જેણે પીએમ મોદીને વોટ આપવા માટે ઓસ્ટ્રેલિયામાં નોકરી પણ છોડી દીધી હતી. સુધીન્દ્ર હેબ્બાર નામનો વ્યÂક્ત સિડની એરપોર્ટ પર સ્ક્રીનિંગ ઓફિસર તરીકે કામ કરી રહ્યો હતો, જ્યારે તેણે ખબર પડી કે મતદાનના દિવસે તેને રજા નથી મળી રહી, ત્યારે તેણે પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.
સુરથકલમાં રહેતા સુધીન્દ્રએ જણાવ્યું હતું કે, મને ૫ એપ્રિલથી ૧૨ એપ્રિલ સુધીની રજા મળી હતી. હું આ રજાને આગળ વધારી શકું તેમ નહોતો, કારણ કે આવનારા દિવસોમાં ઇસ્ટર અને રમઝાનને કારણે એરપોર્ટ પર ઘણી ભીડ રહેવાની હતી. પરંતુ હું કોઇપણ હાલતમાં વોટ કરવા માગતો હતો, એટલે મેં રાજીનામું આપીને ઘર પરત ફરવાનું નક્કી કર્યું.
સુધીન્દ્રએ કÌšં હતું કે, હું ભારતની બદલતી ઇમેજ અને આ સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપીશ. હું સીમા પર જઇને મારા દેશની રક્ષા તો ન કરી શકું, પરંતુ એક વોટ નાખીને એક વોટરની જવાબદારી તો નિભાવી જ શકું છું.