યાત્રાધામ ડાકોરમાં દેવ દિવાળીની બંધ બારણે ઉજવણી કરવામાં આવી…

યાત્રાધામ ડાકોરમાં દેવ દિવાળીની બંધ બારણે ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને સદીઓ જુનો સવા લાખનો સોનાનો મુગટ ધારણ કરાવી આભુષણોથી સજ્જ કરવામાં આવ્યા હતા. જાેકે સેવકભાઈઓ સિવાય અન્ય કોઈ મંદિરમાં પ્રવેશ ન હતો. જેથી શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના દર્શન ઓનલાઈન કરીને ધન્યતા અનુભવી હતી.