યશના જન્મદિવસે રીલીઝ થશે કેજીએફ ચેપ્ટર-૨નું ટીઝર…

મુંબઈ : ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૧ની સફળતા બાદ ફેન્સ ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે, હવે ફિલ્મના મુખ્ય અભિનેતા યશના જન્મદિવસ પર ફિલ્મનું ટીઝર રિલીઝ થવાના સમાચાર છે. ફિલ્મના એક્ઝિક્યુટીવ નિર્માતા કાર્તિક ગૌડાએ ટવિટર પર ફેન્સને આ અંગે માહિતી આપી હતી.
કાર્તિક ગૌડાએ જણાવ્યું હતું કે કન્નડ અને હિન્દી ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨’નું ટીઝર આઠમી જાન્યુઆરીએ યશના જન્મદિવસ નિમિત્તે રિલીઝ થશે.
ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨’નું શૂટિંગ ઘણા મહિનાઓ બાદ ઓગસ્ટ મહિનામાં શરૂ થયું હતું. કોરોના વાયરસ લોકડાઉન પછી આ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. પ્રશાંત નીલ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ સંજય દત્તની ભૂમિકાના લૂકનું અનાવરણ પણ કર્યું હતું. આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકામાં જોવા મળશે.
સંજય દત્તની ભૂમિકા વિશે વાત કરતાં યશે કહ્યું હતું કે, ‘જ્યારે અમે ‘કેજીએફ ચેપ્ટર ૧’ બનાવતા હતા ત્યારે અમારા પર ઘણા નિયંત્રણો હતા પરંતુ ફિલ્મની સફળતા બાદ અમે ‘ચેપ્ટર ૨’ને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એ પણ જાણી લો કે લોકો બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને અમે ટૂંક સમયમાં તેને લાવીશું. નોંધનીય છે કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો.