મ.પ્રદેશના ઝાબુઆમાં ગામવાળાએ તાલિબાની સજા આપી મહિલાને ભારે પડ્યા લગ્નેત્તર સંબંધોઃ પતિને ખભા પર બેસાડી ગામમાં ફરવાની સજા આપી

મધ્ય પ્રદેશના ઝાબુઆમાં પ્રેમ પ્રસંગના એક મામલામાં ગામવાળાઓએ પરિણીત મહિલાઓની સાથે માનવતાને નેવે મૂકતુ વર્તન કરાયું છે. આરોપ છે કે, પરિણીત મહિલાનો કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ હતો. તેની સજારૂપે મહિલાને ગામવાળાઓએ તુઘલકી ફરમાન આપીને પતિના ખભા પર આખા ગામમાં ફરવાની સજા આપી હતી. આ સજા પૂરી કરવા દરમિયાન ગામમાં બીજા યુવકોએ મહિલા સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે તરત કાર્યવાહી કરતા કેસ દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે.
ઝાબુઆ જિલ્લાના મુખ્યાલયથી લગભગ ૪૦ કિલોમીટર દૂર થાંદલા પોલીસ સ્ટેશન અંતર્ગત એક ગામમાં લગ્નેત્તર સંબંધોને લઈને ગ્રામવાસીઓ તરફથી આ સજા આપવામાં આવી હતી. જેમાં એક આદિવાસી વિવાચહીત મહિલાને કથિત રીતે પોતાના પતિના ખભા પર બેસાડીને ગામભરમાં ફરવુ પડ્યું હતું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ સ્થાનિક મેનેજમેન્ટ હરકતમાં આવ્યું હતું.
પોલીસ અધિકારી વિનીત જૈને કÌšં કે, દેવી ગામની એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગામના લોકોએ એક મહિલાના અનાદર કરવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોની તપાસ કરીને અમે આરોપીની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું. આ માટે પોલીસની મોટી ટુકડી ગામમાં મોકલી દેવામાં આવી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ આ મામલે કોઈ ફરિયાદ દાખલ કરવામા આવી નથી.
ઉલ્લેખનીય છે કે, મહિલાને કથિત રીતે અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવા પર તેના સાસરી પક્ષવાલા અને ગામલાકોએ આવી સજા સંભળાવી, જેથી તેને પતિના ખભા પર બેસીને ગામમાં ફરવુ પડ્યું હતું.