મ્યાનમારઃ વિમાનનું આગળનું ટાયર ન ખૂલતા પાયલટે વિમાન ઘસડીને સેફ લેન્ડિંગ કર્યું

મ્યાનમારની સરકારી એરલાઈનના એક વિમાનમાં રવિવારે પાયલટની સમજદારીના કારણે મોટી દુર્ઘટના ટળી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રંગૂનથી ઉડાન ભર્યા બાદ આ વિમાન મંડાલય એરપોર્ટ પહોંચ્યું ત્યારે પાયલટને ખબર પડી કે એમ્બ્રેયર વિમાનનું લેન્ડગ ગિયર કામ નથી કરી . આ જ કારણે વિમાનના આગલનું પૈંડુ ખુલ્યુ ન હતું. ત્યારબાદ પાયલટે ઈમરજન્સી પ્રોટોકોલ હેઠળ લેન્ડંગ કરવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન વિમાનનો આગળનો ભાગ થોડેક દુર સુધી ઘસડાયો હતો.
એરલાઈન પ્રમાણે, વિમાન(યૂબી ૧૦૩)ને રંગૂનથી ઉડાન ભરી હતી. પાયલટ કેપ્ટન મિયત મોઈ અંગુએ ઈમરજન્સી લેન્ડંગના નિયમ હેઠળ નિર્ણય કર્યો અને એન્જન બંધ કરીને તેને સુરક્ષિત લેન્ડ કર્યુ હતું. જા કે આ ઘટના બાદ ટ્રાન્સપોર્ટેશન મંત્રાલયના સચિવ વિન ખાંટે પાયલટની પ્રશંસા કરી હતી. લેન્ડંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સરકારે આ વિમાનની ટેકનિકલ ખામી અંગે તપાસના આદેશ આપ્યા છે.