મોમ’ ફિલ્મે ચીનમાં ધૂમ મચાવી, ત્રણ દિવસમાં ૪૨ કરોડની કમાણી

વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી (હવે સ્વર્ગસ્થ) શ્રીદેવીની છેલ્લી હિટ ફિલ્મ મોમને ચીનમાં પણ ઉમળકાભર્યો આવકાર મળ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
છેલ્લા થોડા સમયથી બોલિવૂડની ફિલ્મો ચીનમાં પણ સારો બિઝનેસ કરતી થઇ છે જેનો યશ આમિર ખાનને જાય છે. એની થ્રી ઇડિયટ્‌સ ફિલ્મથી ચીનમાં ભારતીય ફિલ્મો માટે નવી માર્કેટ સ્થપાઇ હતી.
તાજેતરમાં આયુષમાન ખુરાનાની અંધાધૂંધ ત્યાં રજૂ થઇ ત્યારે આ ફિલ્મે સહેલાઇથી ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ શ્રીદેવીની મોમ રજૂ થઇ હતી. મોમે પહેલેજ દિવસે ૧૧ કરોડ ૪૭ લાખ રૃપિયા (૧.૬૮ મિલિયન અમેરિકી ડાલર્સ)નો બિઝનેસ નોંધાવ્યો હતો.
પહેલા વીક એેન્ડમાં એટલે કે રજૂ થયાના ત્રણ દિવસમાં મોમ ફિલ્મે કુલ ૫.૯૬ મિલિયન ડાલર્સ એટલે કે ૪૧ કરોડ ૮૧ લાખ રૃપિયાનો બિઝનેસ નોંધાવ્યો હતો જે કોઇ પણ હિન્દી ફિલ્મ માટે ખૂબ સરસ આરંભ ગણાય.