મોદી સરકારે ડિસેમ્બર સુધી ૧.૧૫ લાખ કરોડની લોન માંડવાળ કરી…

23
રાજ્યકક્ષાના નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી…
ત્રણ વર્ષમાં ૫.૮૫ લાખ કરોડની માંડવાળ, એસબીઆઇએ સૌથી વધુ લોનની માંડવાળી કરી, દેશમાં સૌથી વધારે લોન માંડવાળ એસબીઆઇ બેન્કે કરી…

ન્યુ દિલ્હી : ચાલુ નાણાંકીય વર્ષમાં બેંકોએ ડિસેમ્બર ક્વાર્ટર સુધી ૧.૧.૫ લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ કરી રહી છે એટલે કે આટલા રકમની લોન જતી કરી છે. આ માહિતી બજેટ સેશનમાં રાજ્યકક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં આપી છે. ગત વર્ષ પૂર્વેની ૧.૨૦ લાખ કરોડ રૂપિયાની લોનની માંડવાળની તુલનામાં ચાલુ વર્ષે રાઇટ-ઓફરની રકમ થોડીક ઓછી છે.
ભારતીય બેન્કિંગ સેક્ટર ઉંચી એનપીઓ અને લોન ડિફોલ્ટની સમસ્યાથી પીડિત છે. ભારતીય બેન્કોએ છેલ્લા ત્રણ વર્ષમાં ૫.૮૫ લાખ કરોડ રૂપિયાની લોનની માંડવાળ કરી છે. જેમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯ અને વર્ષ ૨૦૨૦ દરમિયાન બેન્કોએ અનુક્રમે ૨,૩૬,૨૬૫ કરોડ રૂપિયા અને ૨,૩૪,૧૭૦ કરોડ રૂપિયાની લોન જતી કરી છે. તો ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧ના પ્રથમ નવ મહિનામાં બેન્કોએ ૧,૧૫,૦૩૮ કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ કરી છે. આમ કુલ આંકડો ત્રણના સમયગાળામાં બેન્કો દ્વારા લોન માંડવાળનો આંકડો રૂપિયા ૫.૮૫ લાખ કરોડે પહોંચ્યો છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, રાઇટ-ઓફ લોન પરત ચૂકવણી માટે બંધનકર્તા રહેશે અને બેન્કો દ્વારા લોન રિકવરીની પ્રક્રિયા ચાલુ રહેશે. રાઇટ ઓફથી લોનધારકને કોઇ ફાયદો થશે નહીં. રિઝર્વ બેન્કના આંકડાઓ મુજબ કોમર્શિયલ બેન્કએ ૨૦૧૮-૧૯માં ૨.૩૬ લાખ કરોડ રૂપિયા, ૨૦૧૯-૨૦મા ૨.૩૪ લાખ કરોડ રૂપિયા અને ૨૦૨૦-૨૧ના પ્રથમ નવ મહિનામાં ૧.૧૫ લાખ કરોડ રૂપિયાની લોનની રાઇટ-ઓફ કરી હતી.
અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ડિજિટલ પ્લેટફોર્મ મારફતે ખોટી રીતે આપવામાં આવી લોન પર પ્રતિબંધ મૂકવા ઢગલાબંધ પગલાં લેવાયા છે. આવા પ્રકારની પ્રવૃત્તિ રોકવા માટે ૨૭ લોન આપતી એપ્લિકેશનસને બ્લોક કરવામાં આવી છે.
દેશમાં સૌથી વધારે લોનની માંડવાળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરી છે. એસબીઆઇ એ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦માં ૫૨,૩૬૨ કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ કરી છે. ખાનગી બેન્કોમાં સૌથી વધારે લોન માંડવાળી ૈંઝ્રૈંઝ્રૈં બેન્કે કરી છે. તેણે ૧૦,૯૪૨ કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ કરી છે.
રિઝર્વ બેન્કના રિપોર્ટ મુજબ બેન્કોનો ગ્રોસ એનપીએ માર્ચ-૨૦૧૯માં ૯.૧ ટકા હતી જે માર્ચ ૨૦૨૦માં ૮.૨ ટકા છે. તેમાં મોટાભાગનો હિસ્સો આવા પ્રકારના રાઇટ-ઓફનો રહ્યો છે.