મોદી-શાહને ચૂંટણીપંચે આપેલી Âક્લનચીટ પર સુપ્રિમમાં ૮ મેએ વધુ સુનાવણી

સર્વોચ્ચ ન્યાયાલયે કોંગ્રેસ સાસંદ સુષ્મતા દેવને  હતું કે તે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો પર પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને ક્લીન ચીટ સંબંધિત ચૂંટણીપંચના આદેશનો રેકોર્ડ લાવે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેંચે સુષ્મતા દેવની અરજી પર ૮ મેના રોજ સુનાવણી કરશે.
આજે સુનાવણી દરમિયાન સુષ્મતા દેવ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનુ સિંધવીએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીપંચે ચૂંટણીપ્રચાર દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર પીએમ મોદી અને શાહ વિરુદ્વ નરમ વલણ અપનાવ્યું છે અને કોંગ્રેસની ફરિયાદોને ફગાવીને તર્કહિન આદેશ આપ્યો છે.
આ બાદ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની બેંચે આ બન્નેને પીએમ મોદી અને શાહ વિરુદ્વ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો પર ચૂંટણીપંચે આપેલા આદેશ પર એક રેકોર્ડ સાથે વધુ એક સોગંધનામુ દાખલ કરવાનો નિર્દેશ કર્યો હતો.