મોદીજીએ ૧૫ લાખ તો ન આપ્યા પરંતુ વચન આપુ છુ ૭૨ હજાર જરૂર આપીશુઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના રાષ્ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે સિરસા રેલી કરવા પહોંચ્યા. રાહુલ ગાંધીએ પીએમ પર પલટવાર કરીને કકે, ‘જા તમારે રાજીવ ગાંધીજી અને મારી વાત કરવી હોય તો તમે જરૂર કરો, દિલ ખોલીને કરો. પરંતુ જનતાને સમજાવી દો કે તમે રાફેલ મામલે શું કર્યુ, શું ન કર્યુ. જે વચન આપ્યુ હતુ ૨ કરોડ યુવાનોને રોજગાર આપવાનું તે પૂરુ નથી કર્યુ. રાહુલ ગાંધી અહીં કોંગ્રેસના સિરસા સીટથી ઉમેદવાર અશોક તંવરના પક્ષમાં મત માંગવા માટે આવ્યા હતા.
રેલીમાં મોદી પર નિશાન સાધતા રાહુલે કકે હું હું સિરસાની જનતા અને ખેડૂતોને બતાવી દેવા માંગુ છુ કે મોદી નકલી વચનો આપે છે જે ક્્યારેય પૂરા નહિ થાય. ૧૫ લાખ નથી આવવાના પરંતુ મારુ વચન છે કે ૭૨ હજાર જરૂર જશે. રાહુલે કકે અનિલ અંબાણીએ ક્્યારેય જહાજ નથી બનાવ્યા, ભાજપ સરકારે તેને રાફેલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો. આ એકદમ ખોટુ છે. આ કેસમાં જે પણ ગોટાળા અને ઠગાઈ થઈ છે તેનુ સત્ય ટૂંક સમયમાં લોકો સામે આવી જશે.
રાહુલે કે રાફેલ દુનિયાનો સૌથી મોટો ડિફેન્સ કોન્ટ્રાક્ટ છે. અનિલ અંબાણીએ જીવનમાં હવાઈ જહાજ નથી બનાવ્યુ. તેના પર ૪૫ હજાર કરોડનું બેંકોનું દેવુ છે. તેમ છતા અંબાણીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તેમણે પીએમને પ્રશ્ન પૂછીનેકે તમે જ જણાવો કે મોદી કે તમે અંબાણીને કોન્ટ્રાક્ટ માટે કેમ પસંદ કર્યા. કોંગ્રેસ અધ્યક્ષે કÌš કે તેમની પાર્ટી ન્યાય યોજના લઈને આવી છે.
રાહુલે કે મોદીએ લાખો કરોડ રૂપિયા અમુક ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણી જેવા અમુક ઉદ્યોગપતિઓને આપ્યા પરંતુ કોંગ્રેસ સરકાર ગરીબના ખાતામાં પૈસા નાખશે. કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો કે લાખો કરોડ રૂપિયા ૨૫ કરોડ જનતાના ખાતામાં જશે અને આ ન્યાય યોજના હેઠળ થઈ શકશે. કોંગ્રેસ સરકારમાં આવી તો ગરીબોનું જીવન બદલાઈ જશે. ન્યાય યોજના ગરીબો માટે ખૂબ ઉપયોગી હશે.
રાહુલે કે પાંચ વર્ષમા તમારા ખિસ્સામાંથી ચોરી કરી લેવામાં આવી. નોટબંધી કરીને તમને બેંકની લાઈનમાં ઉભા કરી દીધા. માતાજબહેનોના ઘરમાંથી પૈસા કાઢી લીધા. લાખો-કરોડો રૂપિયા ગરીબો, મજૂર, ખેડૂતના ઘરમાંથી કાઢીને ચોકીદે ઉદ્યોગપતિઓના ખિસ્સામાં નાખી દીધા. આ પ્રસંગે તેમણે  કે કોંગ્રેસની સરકાર બની તો ખેડૂતો માટે અલગ કાયદો વ્યવસ્થા બનાવવામાં આવશે. દેવુ લેનાર કોઈ ખેડૂત જેલમાં નહિ જાય. ખેડૂતો માટે અલગ બજેટ ફાળવવામાં આવશે.