મોટેરા સ્ટેડિયમમાં રચાયો નવો ઇતિહાસ : વિશ્વના બે શક્તિશાળી નેતા એક મંચ પર જોવા મળ્યાં…

81

સંરક્ષણ હોય કે વેપાર, અમેરિકા હંમેશા ભારતનો સાચો મિત્ર : PM મોદી

વિશ્વના બે શક્તિશાળી નેતા એક મંચ પર જોવા મળ્યાં, પીએમ મોદી, ટ્રમ્પ અને મેલેનિયાએ લોકોનું અભિવાદન ઝીલ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આ ધરતી ગુજરાતની છે પરંતુ ભારતનો નજારો જોવા મળી રહ્યો છે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે સંબોધનની શરૂઆત કરી. પીએમ મોદીએ કહ્યું નમસ્તે ટ્રમ્પ… નમસ્તે ટ્રમ્પ…  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા-US ફ્રેન્ડશીપ, લોંગ લીવનું સૂત્ર આપ્યું. મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ રચાયો. 5 મહિના અગાઉ કાર્યક્રમ હાઉડી મોદી કાર્યક્રમ થયો હતો.

પીએમ મોદીએ કહ્યું કે ભારત-અમેરિકા મિત્રતાના નારા લગાવડાવ્યાં અને નમસ્તે ટ્રમ્પની વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ પરિવાર સાથે અમદાવાદ આવ્યા અને સાબરમતી આશ્રમ ગયા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટેરા ખાતે સંબોધનમાં કહ્યુંકે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતની પ્રશંસા કરી. આજે અમે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિમમાં આ કાર્યક્રમને સંબોધન કરી રહ્યાં છે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું પહેલી વાર ટ્રમ્પને મળ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે ભારતનો સાચો મિત્ર હવે વ્હાઇટ હાઉસમાં છે. જ્યારે વ્હાઉટ હાઉસમાં દિવાળી મનાવામાં આવે છે ,ત્યારે ત્યાં રહેનારા 40 લાખ ભારતીય મૂળના લોકો અમેરિકાના વિકાસમાં સહયોગને સાથ આપે છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે અમેરિકા ભારતનું મિત્ર છે, સૈન્ય ક્ષેત્ર કે પછી વેપાર, ભારતનો સાચો મિત્ર અમેરિકા છે.